શોધખોળ કરો

કોલ્ડપ્લે કોન્સર્ટ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અભેદ્ય સુરક્ષા કવચ: 3800થી વધુ પોલીસકર્મી, NSG અને SDRF ખડેપગે

પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્ટેડિયમની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું અને બંદોબસ્તની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

Coldplay concert security 2025: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટ માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો તૈયાર કરવામાં આવ્યો છે. બે દિવસ ચાલનારા આ મ્યુઝિકલ ફેસ્ટમાં બે લાખથી વધુ લોકો ઉમટે તેવી સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો છે.

પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્ટેડિયમની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું અને બંદોબસ્તની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

ચુસ્ત બંદોબસ્ત અને આધુનિક મોનિટરિંગ:

  • કોન્સર્ટમાં આવનાર દરેક વ્યક્તિનું સઘન ચેકિંગ કરવામાં આવશે.
  • મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં વધુ ચેકિંગ કાઉન્ટર ઊભા કરાશે.
  • સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારો પર 400થી વધુ સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવશે.
  • 26 જાન્યુઆરીના સંદર્ભમાં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા આપવામાં આવેલા એલર્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધુ સઘન કરવામાં આવી છે.
  • કોન્સર્ટમાં તૈનાત પોલીસ કર્મચારીઓ ખાસ તાલીમ પામેલા છે.

જંગી પોલીસ દળ અને વિશેષ ટુકડીઓ:

કોન્સર્ટની સુરક્ષામાં 3825 પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત રહેશે, જેમાં 3581 પોલીસ કોન્સ્ટેબલ, 142 PSI, 63 PI, 25 ACP અને 14 DCP કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ની 3 ટીમ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ની 1 ટીમ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની 1 ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS)ની 10 ટીમ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે.

અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ:

  • સ્ટેડિયમમાં જ કામચલાઉ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈપણ મેડિકલ ઇમરજન્સીને તાત્કાલિક પહોંચી શકાય.
  • સ્ટેડિયમની ફરતે મજબૂત બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.
  • દર્શકો માટે પીવાના પાણીની મફત વ્યવસ્થા કરવામાં આવી છે.
  • ટિકિટમાં અનેક સેફ્ટી ફીચર્સ હોવાથી નકલી ટિકિટની સંભાવના નહિવત્ છે.

આ તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સાથે, કોલ્ડપ્લે કોન્સર્ટ એક યાદગાર અને સુરક્ષિત અનુભવ બની રહેશે તેવી આશા છે.

ઘાટલોડિયામાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળા બજારીનો પર્દાફાશ, બે ઝડપાયા

અમદાવાદમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટોની ભારે માંગ વચ્ચે કાળા બજારી કરતા બે આરોપીઓને ઘટલોડિયા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે શિવમ રાવલ અને રોહન આહુજા નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેઓ કોન્સર્ટની ટિકિટો બ્લેકમાં વેચી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 6 ટિકિટ જપ્ત કરી છે, જેની કુલ કિંમત રૂ. 45,000 છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ રૂ. 7500ની કિંમતની એક ટિકિટ બમણાથી પણ વધુ ભાવે વેચી રહ્યા હતા. કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટોનું વેચાણ શરૂ થતાની સાથે જ હાઉસફુલ થઈ ગયું હતું. આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને કેટલાક લોકો કાળા બજારીમાં સંડોવાયા હતા અને ટિકિટોના ઊંચા ભાવ વસૂલ કરી રહ્યા હતા. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે અને કાળા બજારીના આ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચો...

હિન્દુઓએ ત્રણ બાળકો પેદા કરે, મંદિરો પરથી સરકારી નિયંત્રણ હટવું જોઈએ: મહાકુંભમાં VHPનો મહત્વપૂર્ણ નિર્ણય

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget