શોધખોળ કરો
નિત્યાનંદ આશ્રમ વિવાદ: મંજૂલા પૂજા શ્રોફ સહિત ત્રણ લોકો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
અમદાવાદ શિક્ષણ વિભાગે હાથીજણ DPS સ્કૂલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ: અમદાવાદ શિક્ષણ વિભાગે હાથીજણ DPS સ્કૂલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. DPSના સંચાલકોએ ગેરરીતિ આચરીને CBSEમાં નકલી NOC રજુ કરી મંજૂરી મેળવી હતી. શિક્ષણ વિભાગે નોંધાવેલી ફરિયાદમાં ક્લોરેક્સ ફાઉન્ડેશનના વડા મંજૂલા પુજા શ્રોફ,પૂર્વ આચાર્ય અનિતા દુઆ અને હિતેન વસંતને આરોપી ગણાવ્યા છે. શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું, બનાવટી એનઓસીમાં જે તે સમયના આચાર્ય અનિતા દુઆની ટુ-કોપીમાં સહી નથી. જિલ્લા શિક્ષણાધિકારીએ વિવાકનંદનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સામે શુક્રવારે મોડી રાતે ફરિયાદ નોંધાવી હતી.
10 વર્ષ પૂર્વે કેલોરેક્સ ફાઉન્ડેશને ડીપીએસ માટે જુદા જુદા 15 સર્વે નંબરની 82 હજાર ચોરસમીટર જમીન ખરીદી કરતા વિવાદ ઊભો થયો હતો. કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના જમીનની ખરીદી કરતા શાળા સત્તાધીશો સામે 15 કેસ દાખલ કરાયા, 40 હજાર ચોરસમીટર જમીનના પુરાવા DPS રજૂ નથી કરતી.
સ્કૂલની જમીન સંસ્થાની માલિકીની ન હોવાથી તેમજ તે બિનખેતીમાં પણ ફેરવાઈ ન હોવાથી સરકારે એનઓસી આપી ન હતી. આ કારણની જાણ પણ સરકારે સ્કૂલને કરી હતી. આ પછી 2012માં સ્કૂલે ફરીથી શરતી એનઓસી આપવા રજૂઆત કરી હતી પણ સરકારે તે પણ નકારી કાઢી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement