Gujarat : વીજદરોમાં કરાયેલા વધારા અંગે કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
Electricity rates in Gujarat : વીજદરમાં જે વધારો કરવામાં આવ્યો છે તે ભૂતકાળમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે તે સમાન લૂંટ મનીષ દોષીએ ગણાવી છે.
Ahmedabad : ગુજરાતમાં વીજદરોમાં કરાયેલા વધારા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષમાં સતત સરકારી વીજ ઉત્પાદન જાણી જોઈ અને ઘટાડવામાં આવી રહ્યું છે અને ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી મોંઘા ભાવની વીજળી સરકાર દ્વારા ખરીદવામાં આવી રહી છે.
આમ કરી અને સરકાર પોતાના મળતીયાઓને ફાયદો કરાવે છે તો બીજી તરફ ગુજરાતની પ્રજા ઉપર મોંઘવારીનો વધુ એક માર સરકારે કર્યો છે. વીજદરમાં જે વધારો કરવામાં આવ્યો છે તે ભૂતકાળમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે તે સમાન લૂંટ મનીષ દોષીએ ગણાવી છે, અને જે ભાવ વધારો વિસ્તારમાં કરાયો છે તે તાત્કાલિક પાછો ખેંચવાની માગણી પણ કરી છે.
CM અશોક ગેહલોત આવશે ગુજરાત
મિશન 2022ને લઈ કોંગ્રેસની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આગામી 4થી ઓગષ્ટના રોજ ગુજરાત આવશે. અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસ 2022ની ચૂંટણી રણનિતીને આખરી આપો આપશે. લોકસભા બેઠક દિઠ નિમણૂક કરવામાં આવશે તો સાથે જ સિનિયર નિરીક્ષકોને અશોક ગેહલોત માર્ગદર્શન આપશે. 19 જૂલાઇના રોજ મોકુફ રહેલઈ બેઠક હવે 4 ઓગષ્ટના રોજ થશે.
આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય સંતુલન જાળવીને રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેઓ ભૂપેશ બઘેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે. તેમના સિવાય છત્તીસગઢના નેતાઓ ટીએસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.