શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું કોરોનાથી નિધન
કૉંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનુ કોરોના વાયરસના કારણે નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.
અમદાવાદ : કૉંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનુ કોરોના વાયરસના કારણે નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના પોઝિટિવ આવ્યા એ પહેલા તેઓ બિમાર હતા. બદરૂદ્દીન શેખને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. કૉંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ અને તેમના પત્નીને એકસાથે કોરોના પોઝિટિવ આવ્યો હતો.
બદરૂદ્દીન શેખને કૉંગ્રેસના ખજાનચી અહેમદ પટેલની એકદમ નજીકના માનવામાં આવતા હતા. એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં હતા. કૉંગ્રેસ માટે ખૂબ જ મોટી ખોટ.
અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમને રહ્યા હતા. વર્ષ 2010 માં AMCના વિપક્ષના નેતા રહ્યા હતા. 2000 થી 2003 સુધી AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રવક્તા રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના વર્ષ 1985-1990 જનરલ સેક્રેટરી રહ્યા હતા. આ સિવાય પણ કેન્દ્ર સરકાર અંતર્ગત ખ્વાજા સાહેબ દરગાહ કમિટીના પ્રમુખ પણ રહ્યા. વર્ષ 1979-1980 માં ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement