CWC ની બેઠક દરમિયાન પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમની તબીયત લથડી, હોસ્પિટલમાં દાખલ
ahmedabad: મંગળવારે (08 એપ્રિલ, 2025) કોંગ્રેસના અધિવેશન માટે અમદાવાદમાં રહેલા વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ બીમાર પડ્યા અને તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

Ahmedabad: અમદાવાદમાં ચાલી રહેલી કોંગ્રેસ CWC બેઠકમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ બેભાન થઈ ગયા હતા. સાબરમતી આશ્રમમાં ગરમીને કારણે તેઓ બેભાન થઈ ગયા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે, 64 વર્ષ પછી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તેનું સંમેલન યોજી રહી છે, જેમાં પક્ષના ટોચના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
#WATCH | Ahmedabad, Gujarat: Congress leader P Chidambaram fell unconscious due to heat at Sabarmati Ashram and was taken to a hospital. pic.twitter.com/CeMYLk1C25
— ANI (@ANI) April 8, 2025
સાબરમતી આશ્રમથી એમ્બ્યુલન્સમાં પી ચિદમ્બરમ બેઠેલા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. સમાચાર એજન્સી ANI એ તેનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક કોંગ્રેસ કાર્યકરો ચિદમ્બરમને એમ્બ્યુલન્સમાં બેસાડવા માટે લઈ જઈ રહ્યા છે.
પી. ચિદમ્બરમની તબિયત ક્યારે બગડી?
આ ઘટના ત્યારે બની જ્યારે કોંગ્રેસના નેતાઓ તેમના રાષ્ટ્રીય સંમેલન પહેલા મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા સાબરમતી આશ્રમ ગયા હતા. આ જૂથમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સામેલ હતા. તેઓ પ્રાર્થનાસભામાં ભાગ લેવા માટે આશ્રમમાં ભેગા થયા હતા.
ચિદમ્બરમ બેહોશ થયા પહેલા બેચેની અનુભવી રહ્યા હતા
આ પ્રતિનિધિમંડળનો ભાગ રહેલા ચિદમ્બરમને ગરમીના કારણે અસ્વસ્થતા અનુભવાવા લાગી હોવાનું કહેવાય છે. અમદાવાદમાં તાપમાન વધી ગયું છે અને એવું લાગે છે કે 78 વર્ષીય કોંગ્રેસ નેતા હીટવેવથી પ્રભાવિત થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે બેભાન થતાં પહેલાં તે ખૂબ જ અસ્વસ્થ દેખાતા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે શું કહ્યું?
તમિલનાડુના શિવગંગાના લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમે તેમના પિતા પી ચિદમ્બરમના સ્વાસ્થ્ય અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. કાર્તિ ચિદમ્બરમે લખ્યું, 'ગરમી અને ડિહાઇડ્રેશનને કારણે, પી ચિદમ્બરમને પ્રિસિન્કોપનો અનુભવ થયો.' જે બાદ તેમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરો હાલમાં તેમના સ્વાસ્થ્યની સમીક્ષા કરી રહ્યા છે, જે હાલમાં સામાન્ય છે. પી ચિદમ્બરમની તબીયત લથડતા સૌ કોઈ ચીંતામાં પડી ગયા હતા.





















