શોધખોળ કરો
Advertisement
અલ્પેશ ઠાકોર બાદ અન્ય કયા ધારાસભ્ય સામે કોંગ્રેસ લઈ શકે છે પગલા, કોંગ્રેસે શું કહ્યું? જાણો વિગત
લોકસભા ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ અને ઉમેદવારોને મદદ ન કરવા મામલે કોંગ્રેસ પક્ષ વિરોધીઓની યાદી તૈયાર કરવાની છે,જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સામે પણ પગલાં ભરાઈ શકે છે.
અમદાવાદઃ ગુજરાતમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા સામે પગલા ભરવાનું મન કોંગ્રેસે મનાવી લીધું છે. આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ચાવડાએ પણ સંકેત આપી દીધા છે અને કહ્યું છે કે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા એક પણને છોડવામાં નહીં આવે. નોંધનીય છે કે, અલ્પેશ ઠાકોર સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા પગલા લેતા કોંગ્રેસે તેને પ્રાથમિક સભ્યપદેથી હટાવી દીધા છે. એટલું જ નહીં, તેને બિહારના સહપ્રભારી પદેથી પણ દૂર કર્યા હતા.
એટલું જ નહીં, પણ વિધાનસભાના સચિવને મળીને વિધાનસભાના દંડક દ્વારા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી દૂર કરવા પણ રજૂઆત કરવામાં આવી છે, ત્યારે હવે અલ્પેશ ઠાકોર બાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સામે પણ ખતરો તોળાઇ રહ્યો છે.
લોકસભા ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ અને ઉમેદવારોને મદદ ન કરવા મામલે કોંગ્રેસ પક્ષ વિરોધીઓની યાદી તૈયાર કરવાની છે,જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સામે પણ પગલાં ભરાઈ શકે છે. અલ્પેશ ઠાકોરનો નિર્ણય સાચો હોવાનું કહેતા ધવલસિંહ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના ભાગરૂપે સસ્પેન્ડ કરી શકે છે. ૨૬ ઉમેદવારો, જિલ્લા પંચાયતના સભ્યો પાસેથી મંગાવવામાં આવેલા રિપોર્ટ બાદ કોંગ્રેસ પગલાં ભરનાર છે.
અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા મુદ્દે કોંગ્રેસે અગાઉ વિધાનસભા અધ્યક્ષને સચિવ મારફત દરખાસ્ત કરી છે. હવે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સોમવારે વિધાનસભા અધ્યક્ષને આ મુદ્દે મળવા જઈ શકે છે. નોંધનીય છે કે, ગઈ કાલે વિધાનસભાના અધ્યક્ષે મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટનું સભ્યપદ રદ કર્યું હોવાની માહિતી પત્રકારોને આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement