Harshad Ribdiya Resignation: કોંગ્રેસમાંથી હર્ષદ રિબડિયાએ કેમ આપ્યું રાજીનામું? તેમણે જાતે જ કર્યો ખુલાસો
Harshad Ribdiya: કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. હર્ષ રિબડિયા ભેસાણ-વિસાવદર બેઠકના ધારાસભ્ય હતા. રાજીનામાં બાદ હર્ષદ રિબડિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
Harshad Ribdiya Resignation: કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. હર્ષ રિબડિયા ભેસાણ-વિસાવદર બેઠકના ધારાસભ્ય હતા. રાજીનામાં બાદ હર્ષદ રિબડિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મીડિયા સાથે વાત કરતા રિબડિયાએ કહ્યું કે, કોંગ્રેસ દિશાહિન બની ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે, હું ગદ્દાર નથી. તેમણે નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ચૂંટણી ગુજરાતમાં છે અને યાત્રા દક્ષિણ ભારતમાં ચાલી રહી છે.
Gujarat | Congress MLA from Visavadar constituency Harshad Ribadiya resigned from the post of MLA. His resignation was accepted by the Assembly speaker Nimaben Acharya pic.twitter.com/g92YS9QoqR
— ANI (@ANI) October 4, 2022
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે. રાજસ્થાન કોંગ્રેસમાંથી જે લોકોને ગુજરાતમાં ઓબર્ઝવર બનાવ્યા હતા તે રાજસ્થાનને સંભાળવામાં વ્યસ્ત છે. તેમણે ધારાસભ્ય પદની સાથે સાથે કોંગ્રેસમાંથી પણ રાજીનામુ આપી દીધું છે. આગળ તેમણે કહ્યું કે, હું મારા મત વિસ્તારના લોકોને પૂછીને નક્કી કરીશ કે કઈ પાર્ટીમાં જોડાવું. તમને જણાવી દઈએ કે, હર્ષદ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું હતું. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.
ઈસુદાન ગઢવીનો ધડાકો
જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં હલચલ તેજ થઈ ગઈ. આ દરમિયાન પક્ષપલટાનો સિલસિલો પણ યથાવત છે. હવે આ કડીમાં આપ નેતા ઈસુદાન ગઢવીના એક ટ્વીટે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
શું કહ્યું ઈસુદાન ગઢવીએ?
ગુજરાત આમ આદમી પાર્ટી સિનિયર નેતા અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું કે, કોંગ્રેસના કેટલાક સારા નેતા થોડા દિવસમાં આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. ઈસુદાન ગઢવીના આ ટ્વીટ બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કે તેમણે કોઈ નેતાનું નામ લીધુ નથી, તેથી લોકો અટકળો લગાવી રહ્યા છે કે ક્યા કોંગી નેતી પાર્ટી છોડી રહ્યા છે.
MLA મહેશ વસાવાને મોટો ઝટકો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)ને મોટો ઝટકો લાગ્યો છે. નર્મદા જિલ્લામાં બીટીપીના વળતા પાણી થઈ રહ્યા છે. જિલ્લામાં બીટીપીને જીવંત રાખનાર ચેતર વસાવાએ રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. બીટીપીના જિલ્લા પ્રમુખ ચેતર વસાવાએ પોતાનું રાજીનામુ સોશિયલ મીડિયા થકી આપી દીધું હતું.
BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવા આપમાં જોડાયા છે, BTPમાંથી ડેડીયાપાડા વિધાનસભા સીટ પરથી ટીકીટ ન મળતા બળવો કર્યો. તમામ ડેડીયાપાડાનાBTPના હોદ્દેદારો રાજીનામુ આપી આપમાં જોડાયા છે. BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવા સહિત BTPનો ડેડીયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવા BTPના ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા પણ આપમાં જોડાયા છે. આપમાં જોડાતા હવે ડેડીયાપાડા માં 4 પક્ષ દ્વારા વિધાનસભાના ઉમેદવાર લડશે ચૂંટણી. અત્યાર સુધી માત્ર ત્રી પાખીઓ જંગ ખેલાતો હતો.
વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જ રાજકીય માહોલ જામવાનું શરૂ થઈ ગયું છે. બીટીપીના 3 હોદ્દેદારો સહિત 500 લોકોએ રાજીનામાં આપ્યા છે. ડેડીયાપાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ડેડીયાપાડા બીટીપીના તાલુકા પ્રમુખ અને બીટીપીના આઈટીસેલના પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે. અમારા સ્થાનિક પ્રશ્નો માટે મળવા જતા હતા, પણ મહેશભાઈ વસાવા ડેડીયાપાડા ધારાસભ્ય સમય ન આપતા હતા. 3 કલાક સુધી બહાર બેસાડી રાખતા હતા.
કાર્યકારિણી પ્રમુખ ચેતર વસાવા સહિત તમામ કાર્યકર્તાઓની આમ આદમી પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે. ચેતર વસાવા આજે દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલ ને મળવા માટે પહોંચ્યા છે. નોંધનીય છે કે, બીટીપી પાર્ટીના ગુજરાતમાં બે ધારાસભ્યો છે. અગાઉ તેમણે આપ સાથે ગઠબંધન કર્યું હતું. જોકે, પછી બીટીપીએ તમામ સીટી પરથી લડવાની જાહેરાત કરી હતી. આ પછી કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતો પણ ચાલી હતી. જોકે, હવે બીટીપી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે.