શોધખોળ કરો

સાળંગપુરમાં વિવાદાસ્પદ ભીંતચિત્રો કાલે સૂર્યોદય પહેલા કરાશે દૂર, લાગ્યા જય બજરંગબલીના નારા

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને ખોટો વાણીવિલાસ ન કરવા તથા સમાજની સમરસતા ન તૂટે તેવા નિવેદન ન આપવા આદેશ અપાયો છે.

Salangpur Controversy: સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વકરેલા વિવાદનો અંત આવ્યો છે. આજે સાંજે સ્વામી પરમાત્માનંદએ કહ્યું, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને ખોટો વાણીવિલાસ ન કરવા  તથા સમાજની સમરસતા ન તૂટે તેવા નિવેદન ન આપવા આદેશ અપાયો છે. ઉપરાંત અન્ય મુદ્દાઓ માટે સમિતિની રચના કરવામાં આવશે. કાલે સૂર્યોદય પહેલા ભીંતચીત્રો દૂર કરાશે. આજે સકારાત્મક માહોલમાં બેઠક યોજાઈ હતી. સદભાવના બેઠક 2 કલાક સુધી ચાલી હતી. સનાતન ધર્મનો સ્વામીનારાયણ સંપ્રદાયનો આદર કરે છે.

વડતાલ મંદિરના સંત સ્વામીએ કહ્યું, આજે અમારી VHP સાથે બેઠક થઈ. જે બેઠક થઈ એમાં સૌની સંમતિ આપવામાં આવી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં જે વિવાદાસ્પદ વાક્યો છે તે અંગે અમારી સમિતિ જલ્દી નિર્ણય કરશે. હાલ પ્રાથમિક નિર્ણય તરીકે ભીંતચિત્ર દૂર કરવા ફેંસલો કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી સાથે સંતોની થઈ હતી બેઠક

સાળંગપુર હનુમાનજી ભીંત ચિત્રોને લઈ ચાલી રહેલા વિવાદને લઈ આજે મુખ્યમંત્રી સાથે સંતોએ બેઠક કરી હતી. સંતોની બેઠકમાં હર્ષ સંઘવી , પ્રફુલ પાનસેરીયા પણ સામેલ થયા હતા. આ ઉપરાંત લાલજી પટેલ અને મથુર સવાણી પણ  ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડૉ સંત વલ્લભ સ્વામી , વડતાળ મંદિરના કોઠારી સ્વામી, વિવેક સાગર સ્વામી , સાળંગપુરના કોઠારી સ્વામી અને સરધાર મંદિરના સંતો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક દોઢ કલાક ચાલી હતી.

સાળંગપુરમાં વિવાદાસ્પદ ભીંતચિત્રો કાલે સૂર્યોદય પહેલા કરાશે દૂર, લાગ્યા જય બજરંગબલીના નારા

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ સરકારને શું આપી ખાતરી

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ ઝઘડો આગળ ન વધારવા અને ભવિષ્યમાં આ પ્રકારનો વિવાદ ન થાય તેની ખાતરી આપી હતી. આ ઉપરાંત શાંતિ સલામતી જાળવી રાખવાની પણ ખાતરી આપી હતી. સરકાર સાથેની બેઠકમાં VHP તરફથી અશોક રાવલ, અશ્વીન પટેલ, સ્વામીનારાયણ સંપ્રદાયના પુરુષોત્તમચરણ શાસ્ત્રી, SGVPના બાલઅગમ સ્વામી, સનાતની ચૈતન્ય શંભુ મહારાજ, પરમાત્માનંદજી, શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી જીતુભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો માફીપત્ર જાહેર કરેઃ જ્યોર્તિનાથ મહારાજ

જ્યોર્તિનાથ મહારાજે કહ્યું, VHP સમાધાન કરે તો પણ અમને સંતોષ નહીં થાય. અમને સંકલનમાં રાખીને VHP નિર્ણય કરે, અમારી હાજરી વગર સમાધાન મંજૂર નથી. અમારી માંગણીને લઈ કોઈ સ્પષ્ટતા નથી થઈ. અમારી માંગણી સંતોષાય તો જ સમાધાન થશે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો માફીપત્ર જાહેર કરે.

વડોદરાના દર્શન સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન

સમાધાનની વાતોની વચ્ચે વડતાલના સાધુનું ઉશ્કેરણીજનક નિવેદન  સામે આવ્યું છે. વડોદરા ગુરૂકુળના દર્શન સ્વામીએ કહ્યું, ચલમ પિનારા સનાતનીની વાતો ન કરે. તારા જેટલા સંતો ભેગા થાય તો પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, અન્ય સંતો કરતા પહેલા અમે પહેલા સનાતની છીએ અને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં ભરતી
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં ભરતી
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબHu to Bolish | હું તો બોલીશ |  દુર્ઘટનાઓની તપાસ એક નાટકમાત્રGir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં ભરતી
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં ભરતી
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget