શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાનો કહેર: અમદાવાદમાં કોરોનાના કેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં? જાણો આ રહ્યાં લેટેસ્ટ આંકડા

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના વાયરસના પાંચ પોઝિટિવ કેસ સામે આવતાં ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો 64 પર પહોંચી ગયો છે.

અમદાવાદ: ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના 64 કેસ સામે આવ્યા છે જેમાં ફક્ત અમદાવાદમાં જ 22 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ઘણા ક્વોરેન્ટાઇન લોકોનો ઈન્ક્યુબિશન પિરિયડ પૂરો થતો હોવાથી આ અઠવાડિયું ઘણું જ સંવેદનશીલ હોવાથી લોકોને ઘરેથી બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના વાયરસના પાંચ પોઝિટિવ કેસ સામે આવતાં ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો 64 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી થનારા મોતનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે જ્યારે અમદાવાદમાં આ ત્રીજું મોત છે. કોરોના વાયરસને પગલે હાલમાં 21 દિવસ સુધી દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફ્રોન્સ કરી લોકડાઉન પર કેટલાંક કડડ પગલા ભરવા પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલા લોકડાઉનના સમયે સ્થાનિકોએ પોલીસને સહકાર આપવો જોઈએ. મહાનગરોમાં જ્યાં લોકડાઉનનો અમલ થતો નથી ત્યાં ક્રાઈમ બ્રાન્ચને મુંકવામાં આવશે. આ સાથે જ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર સાથે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જાહેરનામાના ભંગના 680 ગુના છે જ્યારે ક્વોરોન્ટાઇનના 418 ગુના નોંધાયા છે. બીજીતરફ તેઓએ પોલીસ કર્મચારીઓને પણ જણાવ્યું હતું કે, તેઓ લોકડાઉન સમયે સ્થાનિકો સાથે સારો વ્યવહાર કરે છે. શહેરમાં ડ્રોન અને સીસીટીવી આધારે 14 ગુના દાખલ થયા છે. સાથે જ DGPએ અપીલ કરી છે કે, હોમ કવોરન્ટાઈન કરાયેલી કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો પડોશીઓ 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 15મી માર્ચ બાદ મહાનગરપાલિકા બહારના કોઈપણ વિસ્તારમાંથી આવેલા નાગરિકોએ નીચે જણાવેલ કોઈ એક પદ્ધતિ અનુસાર મહાનગરપાલિકાને ફરજિયાત જાણ કરવાની રહેશે અન્યથા તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget