શોધખોળ કરો
અમદાવાદમાં નોંધાયા નવા 31 કેસ, જાણો કયા વિસ્તારના છે આ તમામ કેસ? કુલ સંક્રમિતનો આંકડો જાણીને ચોંકી જશો
સમગ્ર ગુજરાતમાં કોરાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પ્રેસ કોન્ફરસમાં નવા આંકડા આપતાં જણાવ્યાં
સમગ્ર ગુજરાતમાં કોરાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પ્રેસ કોન્ફરસમાં નવા આંકડા આપતાં જણાવતાં કહ્યું હતું કે, ગઈ કાલ સાંજથી સવાર સુધીમાં અમદાવાદમાં નવા 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદનો આંકડો 228 પર પહોંચ્યો છે. જેમાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે. મહત્વની વાત છે કે, ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં મળેલા નવા 31 કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી મળી આવ્યાં છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં નવા 54 કેસ સામે આવ્યાં છે. જેમાં અમદાવાદમાં જ 31 કેસ સામે આવ્યાં છે. અમદાવાદના આ તમામ કેસ હોટસ્પોડ વિસ્તારમાંથી મળી આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 54 કેસ જોવા મળ્યા છે. ગઈકાલે સાંજે 378 કેસ હતા તે હવે વધીને 432 થયા છે. ઉપરાંક એક પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આજે જે નવા 54 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3, સુરત અને ભાવનગરમાં 1-1 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં જે 432 કેસ છે તેમાંથી 379 એક્ટિવ કેસ છે જેમાંથી 3 ક્રિટિકલ છે જ્યારે 376 સ્ટેબલ છે. જ્યારે 34 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 19એ પહોંચ્યો છે.
ક્યા જિલ્લામાં કેટલા કેસ
અમદાવાદ - 228
સુરત - 28
રાજકોટ - 18
વડોદરા - 77
ગાંધીનગર - 14
ભાવનગર - 23
કચ્છ - 4
મહેસાણા - 2
ગીર સોમનાથ - 2
પોરબંદર - 3
પંચમહાલ - 1
પાટણ - 14
છોટા ઉદેપુર - 2
જામનગર -1
મોરબી - 1
આણંદ - 5
સાબરકાંઠા - 1
દાહોદા - 1
ભરૂચ - 7
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement