શોધખોળ કરો
Advertisement
ગુજરાત સરકારની મોટી જાહેરાત, અમદાવાદના કયા વિસ્તારોમાં બુધવારથી લદાયો કર્ફ્યૂ, જાણો ક્યાં સુધી થશે અમલ
અમદાવાદમાં અત્યાર સુધીમાં 351 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 13 લોકોના મોત થયા છે.
અમદાવાદ : અમદાવાદનાં કોટ વિસ્તારમા આવતીકાલ એટલે કે બુધવારથી કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. કોટ વિસ્તારમાં કર્ફ્યૂ આગામી 21 તારીખ સુધી લાગુ થશે. કોટ વિસ્તાર અને દાણીલિમડા વિસ્તારમાં 15 તારીખથી લઈને 21 તારીખ સુધી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કોટ વિસ્તારમાં કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 351 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 13 લોકોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે આજે જ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા દેશમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરાઈ છે. પીએમ મોદીએ આજે 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું, પૂરી નિષ્ઠા સાથે 3 મે સુધી લોકડાઉનના નિયમોનું પાલન કરો જ્યાં છો ત્યાં જ રહો, સુરક્ષિત રહો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
રાજકોટ
Advertisement