ગૌ પ્રેમીએ ગાયના વાછરડા માટે બનાવડાવ્યા ચાંદીના દાગીના, વીડિયો થયો વાયરલ
શોરૂમમાં જ નંદી અને માહલી નામની ગાયને લાવીને પૂજા સાથે શણગાર કરવામાં આવ્યો હતો.
![ગૌ પ્રેમીએ ગાયના વાછરડા માટે બનાવડાવ્યા ચાંદીના દાગીના, વીડિયો થયો વાયરલ Cow lover made silver jewelry ready for cow calf, video went viral ગૌ પ્રેમીએ ગાયના વાછરડા માટે બનાવડાવ્યા ચાંદીના દાગીના, વીડિયો થયો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/11/2ccf052e98064edb204477cdb8a4b065_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદના પ્રખ્યાત જ્વેલરી શો રૂમમાં ગાયના વાછરડાઓ માટે ચાંદીના દાગીના તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદના ગૌ પ્રેમીએ ગાય અને વાછરડાને દોઢ કિલો વજનના ચાંદીના એક લાખની કિંમતના ઘરેણા પહેરાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ખેતીમાં આધુનિક સાધનો આવિષ્કાર સાથે બળદથી થતી ખેતી ભુલાઈ રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતી અંગે લોકોમાં જાગૃતિ લાવવા ગૌ પ્રેમી વિજય પરસાણાએ તેમની સાથે રહેતી ગાયની અને નંદીની પૂજા કરીને બંનેને ચાંદીના દાગીના ચઢાવ્યા હતા. શોરૂમમાં જ નંદી અને માહલી નામની ગાયને લાવીને પૂજા સાથે શણગાર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં આવેલા એ.બી. જ્વેલર્સ ખાતે ગૌ પ્રેમી વિજય પરસાણાએ તેમની સાથે રહેતી ગાય અને નંદીને લઈને આવ્યા હતા. બાદમાં ત્યાં તેમની પૂજા કરવામાં આવી અને શો રૂમ તરફથી બંનેને ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)