શોધખોળ કરો

સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR

Cyber ​​Fraud: સાયબર ફાઇનાન્સિયલ ઠગાઈનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત સરકારે e-Zero FIR સેવા સાયબર ફ્રોડ માટે શરૂ કરી.
  • 1930 હેલ્પલાઇન પર ફરિયાદ, પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી.
  • આપોઆપ FIR બનશે, ઝડપી કાર્યવાહીથી નાણાં બચવાની શક્યતા વધશે.
  • પ્રથમ e-FIR થી રૂ. 15.76 લાખની છેતરાયેલી રકમ બચાવાઈ.

Cyber ​​Fraud: સાયબર ફાઇનાન્સિયલ ઠગાઈનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

આ નવી વ્યવસ્થાથી હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની e-Zero FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપથી શરૂ થઈ શકશે.

આ પણ વાંચો...Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસશીલ છે. ‘e-Zero FIR’ વ્યવસ્થાથી સાયબર ફ્રોડના પીડિતોને ઘરબેઠાં જ ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે અને સમયસર કાર્યવાહી થવાથી છેતરાયેલી રકમ બચાવવાની શક્યતા પણ વધશે.

આ નવી વ્યવસ્થાના અસરકારક અમલીકરણ માટે રાજ્યના પોલીસ વડા  જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ ફિલ્ડ યુનિટોને ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરવાની તથા અરજદારોને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાની સૂચનાઓ આપી છે.

સાયબર સેન્ટર ઓફ એક્સિલેન્સના આઈજીપી બિપિન આહીરેએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે સંકલન સાધીને e-Zero FIR પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 1930 હેલ્પલાઇન પર મળતી સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડની ફરિયાદોના આધારે સિસ્ટમ દ્વારા આપોઆપ Zero FIR જનરેટ થશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલાશે. ત્યારબાદ પોલીસ અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરીને જરૂરી વિગતો મેળવી નિયમ મુજબ FIR નોંધશે અને તાત્કાલિક તપાસ શરૂ કરશે.

અમદાવાદના એક રહેવાસી ડિજિટલ અરેસ્ટના નામે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ મામલે તેમણે રાજ્યની પ્રથમ e-FIR નોંધાવી છે, જેના આધારે સાયબર ક્રાઇમ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને રૂ. 15.76 લાખથી વધુની રકમ બચાવવામાં સફળતા મેળવી હતી.

આ લોન્ચિંગ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક, સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, I4Cના CEO  રાજેશ કુમાર તેમજ રાજ્યના તમામ પોલીસ કમિશનરઓ, તમામ રેન્જ વડા, પોલીસ અધિક્ષકો અને સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર્સ સહિતના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ GSWAN ટેકનોલોજીના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.

Frequently Asked Questions

ગુજરાત સરકારે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકો માટે કઈ નવી સેવા શરૂ કરી છે?

ગુજરાત સરકારે 'સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનું લોન્ચિંગ કર્યું છે. આનાથી છેતરપિંડીનો ભોગ બનનારને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય મળશે.

e-Zero FIR સેવા દ્વારા સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડની ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય છે?

નાગરિકો 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ નોંધાવતાની સાથે જ e-Zero FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી દેવામાં આવશે.

e-Zero FIR પ્રણાલીના મુખ્ય ફાયદા શું છે?

આ પ્રણાલીથી નાગરિકોને પોલીસ સ્ટેશન ગયા વગર ઘરબેઠાં ફરિયાદ નોંધાવવાની સુવિધા મળે છે. સમયસર કાર્યવાહી થવાથી છેતરાયેલી રકમ બચાવવાની શક્યતા વધે છે.

'સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનું લોન્ચિંગ કોણે કર્યું?

ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 'સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget