Cyclone Tauktae: અમદાવાદના વાતાવરણમાં પલટો, વહેલી સવારે અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ
હવામાન વિભાગે સાઉથ મુંબઈથી 409 કિમી, વેરાવળથી 730 કિમી દૂર વાવાઝોડું હોવાનું જણાવ્યું છે. આ વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેથી 18 મેના રોજ વહેલી સવારે પસાર થશે.
અમદાવાદઃ ગુજરાતને માથે તોળાઇ રહેલું 'ટૌકતે' વાવાઝોડાનું સંકટ હવે વધુને વધુ ઘેરું બન્યું છે ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ, હવામાન વિભાગે સાઉથ મુંબઈથી 409 કિમી, વેરાવળથી 730 કિમી દૂર વાવાઝોડું હોવાનું જણાવ્યું છે. આ વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેથી 18 મેના રોજ વહેલી સવારે પસાર થશે.
આ દરમિયાન આજે સવારે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે અમદાવાદમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જોધપુર,બાપુનગર, વેજલપુર, આંબલી, ઈસ્કોન, ઘોડાસર, મણિનગરમાં વરસાદી પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. છોટા ઉદેપુરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાત્રે 3 કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
વાવાઝોડાને પગલે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાંભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે. વાવાઝોડાને પગલે ૧૬ મેના સાંજથી વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ૧૭ મેના ૧૪૫થી ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ૧૮ મેના ૧૫૦-૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ૧૯ મેથી વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે. સોમવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાવવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના કયા જિલ્લામાં કયું એલર્ટ?
રેડ એલર્ટ
- ૧૭ મે : જુનાગઢ, ગીર સોમનાથ, દીવ.
- ૧૮ મે : જામનગર, પોરબંદર,દેવભૂમિ દ્વારકા, કચ્છ.
યલો એલર્ટ
- ૧૭ મે : સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ભાવનગર, મોરબી.
- ૧૮ મે : સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ.
- ૧૯ મે : બનાસકાંઠા, કચ્છ.
Coronavirus Cases LIVE: ગુજરાતમાં 28 દિવસ બાદ નોંધાયા 100થી ઓછા મોત, એક જ દિવસમાં 934 કેસનો ઘટાડો