શિવલિંગને લઈ અભદ્ર પોસ્ટ કરનાર દાનીશ કુરૈશીને મળ્યા શરતી જામીન, પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ
AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશીને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે શરતી જામીન આપ્યા હતા
અમદાવાદઃ AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશીને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે શરતી જામીન આપ્યા હતા. ફરીથી આ પ્રકારના ગુનામાં સંડોવણી થશે તો જામીન રદ થશે તેવું કોર્ટે અવલોકન કર્યું હતું. દર મહિનાની 1 થી 5 તારીખમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની રહેશે તેવો પણ કોર્ટે આપ્યો હતો. 25 હજાર રૂપિયાના બેલ બોન્ડ ઉપર આરોપીને મુક્ત કરવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ કર્યો હતો. તે સિવાય દાનિશ કુરેશીઍ પાસપોર્ટ જમા કરાવવો પડશે. કોર્ટની મંજૂરી વિના સરનામું અને મોબાઈલ નંબર બદલી શકશે નહી.
નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવા મુદ્દે ગુજરાતના AIMIM નેતા દાનિશ કુરેશીએ ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ કરતાં વિવાદ પેદા થયો હતો. આ પોસ્ટમાં દાનિશ કુરેશીએ શિવલિંગના ઘાટ વિશે પ્રશ્ન પુછ્યો હતો. આ અશ્લિલ પોસ્ટ સામે આવ્યા બાદ દાનિશ કુરેશીની નિંદા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાન્ચે દાનીશ કુરેશીની ધરપકડ કરી હતી. પોલીસે તેના વિરુદ્ધ આઈ ટી એક્ટ, આઈપીસી 153એ, 295એ, મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
રાજ્યના IAS અધિકારી પર CBIએ પાડ્યા દરોડા
CBIની ટીમે ગાંધીનગરમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. આઈએએસ કે. રાજેશને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આઈએએસ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હીની CBI ટીમે દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. નોંધનિય છે કે, કે. રાજેશ સુરેન્દ્રનગર કલેક્ટર રહી ચૂક્યા છે. આ દરોડ મોડી રાતે પાડવામાં પાડવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશના વતની અને વર્ષ 2011ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે કે. રાજેશ. આ કાર્યવાહી ગાંધીનગર, સુરત અને સુરેન્દ્રનગરમાં કરવામાં આવી છે. આ ઉપરાંત બંદૂક લાયસન્સ માટે મંજૂરી આપવામાં પણ લાંચ લીધી હોવાનો આરોપ આઈએએસ ઉપર લગાવવામાં આવ્યો છે.