શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં સોમવાર પછી પણ કરફયુ લંબાવાશે ? જાણો નીતિન પટેલે શું કહ્યું?
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં લોકડાઉન કે કર્ફ્યૂ લંબાવવાનું કોઈ જ પ્લાનિંગ ન હોવાનો તેમજ કોઈ દરખાસ્ત પણ ન હોવાનું આશ્વાસન આપ્યું છે.
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતાં શનિવારે રાત્રે નવ વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ કરાયો છે. આ કરફ્યુની મુદત આવતી કાલે સોમવારે સવારે 6 વાગ્યે પૂરી થાય છે ત્યારે ગુજરાત સરકાર આ કરફ્યું લંબાવશે કે નહીં એ સવાલ પૂછાઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં લોકડાઉન કે કર્ફ્યૂ લંબાવવાનું કોઈ જ પ્લાનિંગ ન હોવાનો તેમજ કોઈ દરખાસ્ત પણ ન હોવાનું આશ્વાસન આપ્યું છે.
અમદાવાદમાં શનિવાર રાતથી કરફ્યુનો અમલ શરૂ થયો છે. શનિવારે રાતથી જ કરફ્યુનો અમલ શરૂ થતાં પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. જુદા - જુદા વિસ્તારમાં પોલીસ ફોર્સ રોડ પર ઉતરી આવી હતી. પોલીસ ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી લોકોને ઘરની બહાર નહીં નીકળવા સુચના આપી હતી. પોલીસે નાઈટ કરફ્યુનો અમલ કરાવવા ડીસીપી, એસીપી, તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને સ્ટાફને રાતે 9 વાગ્યાથી મોડી રાતના 12 વાગ્યા સુધી બેરીકેડ મુકી ચેકિંગ કરવા જણાવ્યું છે. રાતે 12 વાગ્યા પછી શહેરમાં બહાર જવાના તથા પ્રવેશવાના નાકા પોઈન્ટોને સીલ કરી વાહન ચેકિંગ શરૂ કરાયું છે કે જે વહેલી સતત ચાલુ રહેશે. આ સમય દરમિયાન બિનજરૂરી બહાર નીકળનારા લોકો વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચના પણ પોલીસે આપી છે.
નીતિન પટેલે કોરોનાની રસી મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે, બધા ભારતીયોને આનંદ થાય એવા સમાચાર આવી રહ્યા છે. માન્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ રાષ્ટ્રીય કક્ષાએ વેક્સિન આપવા માટે, દરેક નાગરિકોને વેક્સિન આપવા માટે જે તૈયારીઓ કરવાની છે, એ તૈયારી ભારત સરકાર દ્વારા ખૂબ ઉચ્ચ કક્ષાએ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, મંગળવારે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વેક્સિન અંગેની કાર્યવાહી કેવી રીતે કરવી? એનું વિતરણ કેવી રીતે કરવું ? એની ચેઇન કેવી રીતે ગોઠવવી ? વેક્સિન આવે તો એને કેવી રીતે સાચવવી ? એ બધી જ વ્યવસ્થા માટે માન્ય વડાપ્રધાનશ્રી આ બાબતે મંગળવારે દેશના બધા જ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ પણ રાખી છે. એટલે ભારત સરકાર ખૂબ જ સતર્ક છે.
તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી ખૂબ દીર્ઘ દ્રષ્ટીવાળા છે. બધું જ આયોજન કરી ચૂક્યા છે. વેક્સિન આવી રહી છે. ત્રીજા તબક્કામાં તો ઘણી વેક્સિન છે, એટલે હવે જેમ આપણે કહીએ છીએ ને કે દરવાજે ટકોરા વાગી રહ્યા છે, જેમ ઘડીઓ ગણાઇ રહી છે. ટકોરા વાગી રહ્યા છે વેક્સિન આવવાના. તો શક્ય છે કે, ડિસેમ્બર આખર સુધીમાં અથવા તો જાન્યુઆરીની શરૂઆતમાં વેક્સિન આવી જાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement