(Source: Poll of Polls)
Dialysis: રાજ્યમાં આવતીકાલથી ત્રણ દિવસ બંધ રહેશે ડાયાલિસિસ, જાણો ગુજરાત નેફ્રોલોજી એસોસિએશનની શું છે માંગ
ગુજરાતની સરકારે PMJAY યોજના અંતર્ગત ચાલતા ડાયાલિસિસ માટે મળતી રકમ અચાનક જ 2000 માંથી 1650 કરી નાખી છે.
Ahmedabad News: જ્યારથી ગુજરાત રાજ્યમાં PMJAY ડાયાલીસીસ યોજના શરૂ થઇ ત્યારથી લાખો દર્દી ઓ તેના લાભ હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ફ્રી ડાયાલિસિસ સારવાર સારી ગુણવત્તા સાથે લઇ રહ્યા છે.ગુજરાત રાજ્ય માં એક વર્ષ માં 1.3 કરોડ pmjay ડાયાલીસીસ સારવાર થાય છે, જેમાંથી 1.02 કરોડ (78%) PMAJY ડાયાલીસીસ પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા કરવામાં આવે છે.
આ અંગે ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. જાવેદ વકીલે જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારે PMJAY યોજના અંતર્ગત ચાલતા ડાયાલિસિસ માટે મળતી રકમ અચાનક જ 2000 માંથી 1650 કરી નાખી છે. તેઓએ છેલ્લા 8 વર્ષમાં દરમાં વધારો કર્યો નથી પરંતુ તેનાથી વિપરીત 17% ટકા ઘટાડો થયો છે.
ગુજરાતમાં મોટા ભાગના ડાયાલિસિસના દર્દીઓ PMJAY યોજના અંતર્ગત જ ડાયાલિસિસ કરાવે છે. આ યોજના હેઠળ ચાલતા પ્રાઇવેટ સેન્ટરમાં ડાયાલિસિસની સાથે સાથે દવાઓ અને ઇન્જેકશનો,લેબ રીપોર્ટસ,સેન્ટ્રલ એસી ની સુવિધા,ખાવાપીવા ની સુવિધા, આવા જવાના 300 રૂપિયા અને કિડનીના નિષ્ણાત સાહેબ દ્વારા તપાસ આ બધું જ મફત આપવામાં આવે છે. PMJAY યોજના માં માત્ર ગુજરાત રાજ્ય માં જ ડાયાલીસીસ ફિલ્ટર સિંગલ ટાઈમ યુઝ કરવા નો નિયમ છે જેના થી હોસ્પિટલ ને ડાયાલીસીસ ની cost બીજા રાજ્ય કરતા માસિક 4 થી 5 હજાર જેટલી વધી જાય છે, અને તેનાથી બાયોમેડિકલ વેસ્ટ પણ 10 ગણો વધી જાય છે. (મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ઇન્ડિયા ની ડાયાલીસીસ ગાઇડલાઇન પણ ડાયાલીસીસ ફિલ્ટર રિયુઝ કરવાનું રિકામાઇન્ડ કરે છે.
આ અંગે ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશનના કો-ઓર્ડિનેટર ડો. ઉમેશ ગોધાનીએ જણાવ્યું હતું કે, આ બધા ખર્ચાઓને પહોંચી વળવા 2000 રૂપિયા એક ડાયાલિસિસના એમ સરકાર અત્યાર સુધી આપતી હતી. આજના મોંઘવારીના જમાનામાં આ 2000 રૂપિયા માં પહોંચી વળવું બહુ જ મુશ્કેલ હતું એમાં આ PMJAY ને શું સૂઝ્યું કે વગર વિચારે સીધા ભાવ ઘટાડીને 1650 કરી નાખ્યાં. આ ભાવમાં હવે પ્રાઇવેટમાં 1 કરોડ જેટલા ડાયાલિસિસ મફત કરતા સેન્ટરો ને હવે ડાયાલિસિસ યોજના બંધ કરવા સિવાય હવે કોઈ છૂટકો જ નથી.
આના વિરોધ માં ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન અને હોસ્પિટલ રીપ્રેઝન્ટેટિવ દ્વારા હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ તેમજ PMJAY ના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. હેલ્થ મિનિસ્ટરે તાકીદે નિવારણ કરવાનું આશ્વાસન આપેલું. વારંવાર PMJAY અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી. એક મહિના જેટલો સમય વીતી જવા છતાં કોઈ સોલ્યૂશન ના આવતા ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા તારીખ 14 ઓગસ્ટ થી તારીખ 16 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં PMJAY ડાયાલિસિસ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશનના કો-ઓર્ડિનેટર ડો. જીગર શ્રીમાળીએ જણાવ્યું, રાજસ્થાન, છત્તીસગઢ, તથા અન્ય રાજ્યો માં PMJAY ડાયાલિસિસ ના દર 2100 છે . PMJAY માટે ની NHA (NATIONAL HEALTH AUTHORITY) ગાઇડલાઇનમાં પણ ડાયાલીસીસ ચાર્જ 2200 (1500 + 700 EPO ઈન્જેકશન) ની જોગવાઈ છે,જેમાં Transport Allowance પણ નથી અપાતું આને ડાયલાઈઝર (ફિલ્ટર) પણ રિયુઝ કરવા માં આવે છે તો ગુજરાત રાજ્યમાં જ આવી અસમાનતા કેમ.
હવે ડાયાલિસિસના દર્દીઓ ગુજરાત સરકાર દ્વારા ચાલતા સરકારી સેન્ટરમાં ડાયાલિસિસ કરવા મજબૂર બનશે જ્યાં પૂરતા કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે જ નહિ. આવી રીતે જોઈએ તો ગુજરાતમાં બધા જ ડાયાલિસિસ PMJAY Yojan માં કિડની ના ડોક્ટર ની દેખરેખ વગર જ થશે, ડાયાલિસિસ જેવી જટિલ સારવાર માટે નેફ્રોલોજિસ્ટ ડૉક્ટર ની દેખરેખ અને માર્ગદર્શન ખુબ જરૂરી છે. Pmjay યોજના પ્રાઇવેટ હોસ્પિટલ માં સારી સારવાર ફ્રી માં મળે તે માટે કરવામાં આવી રહી છે, બાકી સરકારી હોસ્પિટલમાં ફ્રી સારવાર તો પેલા પણ હતી જ ને.
PMJAYમાં ડાયાલીસીસ એ લાઇફસેવિંગ સારવાર હોવા છતાં માત્ર ડાયાલીસીસ સારવાર ના જ દર ઘટાડવામાં આવ્યા છે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ તથા અન્ય સર્જરી ના દર 10 હજાર થી 60 હજાર સુધી વધારવા માં આવ્યા.
ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશનની માંગણી
- NHA (નેશનલ હેલ્થ ઓથોરિટી) ની ગાઇડલાઇન મુજબ તેમજ અન્ય રાજ્યો ની જેમ ડાયાલીસીસ પેકેજ 25૦૦ ( 1500 + 700 for EPO INJECTION as per NHA Guideline + 300 Transport Allowance to Patient ) કરવામાં આવે.
- તેમજ NHA અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ની ગાઇડલાઇન મુજબ ડાયાલીસીસ ફિલ્ટર રિયુઝ કરવાની છૂટ આપવામાં આવે.