Diwali 2022 : દિવાળી દરમિયાન મોલ બહાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસે સંચાલકોને શું આપી સૂચના?
ટ્રાફિક પોલીસે મોલ સંચાલકો સાથે મિટિંગ કરી હતી. દિવાળી અને ખરીદીની ભીડને કારણે ટ્રાફિક અને સુરક્ષાના પ્રશ્નો સર્જાયા હતા. મોલ સંચાલકો પાસે પાર્કિંગ ના હોય તો ભાડે રાખવા અથવા ખરીદવા સૂચના આપી છે.
અમદાવાદઃ ટ્રાફિક પોલીસે મોલ સંચાલકો સાથે મિટિંગ કરી હતી. દિવાળી અને ખરીદીની ભીડને કારણે ટ્રાફિક અને સુરક્ષાના પ્રશ્નો સર્જાયા હતા. મોલ સંચાલકો પાસે પાર્કિંગ ના હોય તો ભાડે રાખવા અથવા ખરીદવા સૂચના આપી છે. મોલની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવા પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર સિક્યુરીટી ગાર્ડ મુકવા પણ સૂચના આપી છે.
જરુતિયાત પ્રમાણે મહિલા સુરક્ષા ગાર્ડ મુકવાની સૂચના પણ આપવામાં આવી છે. ચાર રસ્તા પર ટ્રાફિક જવાનો ઉભા રહેશે. મેઈન રોડના લારી-ગલ્લાને અંદર ઉભા રખાશે.
Gujarat : કોંગ્રેસે ગુજરાતના 91 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની કરી દિવાળી પહેલા વળતર ચૂકવવા માંગ
અમદાવાદઃ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી ગુજરાતમાં 91 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી છે. એટલું જ નહીં, દિવાળી પહેલા પાક નુકસાનીનું વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે. સર્વે અને સહાયના નાટક બંધ કરી ખેડૂતોને કાયદા મુજબ હક્ક આપવા માંગ કરી છે.
2016ના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલનું પાલન કરવા પત્રમાં માંગ કરવામાં આવી છે. 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ પ્લસ માઇન્સ 20% વરસાદ સામાન્ય સ્થિતિ ગણાય છે. 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ પ્લસ માઇન્સ 40% વરસાદ ગંભીર સ્થિતિ ગણાય છે. 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ પ્લસ માઇન્સ 60% વરસાદ અતિ ગંભીર સ્થિતિ ગણાય છે. 160% થી વધારે વરસાદ નોંધાય તો તો સર્વે કર્યા વગર જ લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ.
160% થી 291% વરસાદ નોંધાયો હોય એવા 21 તાલુકાઓ છે જે અતિ ગંભીર સ્થિતિથી પણ ઉપર છે. 120% થી 139% સુધી વરસાદ નોંધાયો હોય, ગંભીર સ્થિતિમાં આવતા હોય એવા 32 તાલુકાઓ છે. 140% થી 159% સુધી વરસાદ નોંધાયો હોય, અતિ ગંભીર સ્થિતિમાં આવતા હોય એવા 38 તાલુકાઓ છે. સરકારે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ સબબ સર્વે કરાવ્યો પણ રાતી પાઇ પણ આપી નથી. સરકાર તાત્કાલિક લિલો દુષ્કાળ જાહેર કરે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે. પાક નુકશાની વળતર દિવાળી પહેલા તાત્કાલિક ચૂકવવમાં આવે તેવી પણ પત્રમાં માંગ કરવામાં આવી.
Gujarat Election 2022 : કોંગ્રેસના ઉમેદવારોના નામ ક્યારે થશે જાહેર? જાણો મોટા સમાચાર
અમદાવાદઃ મિશન 2022 માટે દિલ્હીમાં કોંગ્રેસના મંથનનો આજે અંતિમ દિવસ છે. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા આજે ફરી સ્ક્રીનીંગ કમિટીની બેઠક શરૂ થઈ છે. આજે સાંજે સ્ક્રીનીંગ કમિટીની બેઠક પૂર્ણ થશે. બેઠક મુજબ નક્કી કરાયેલી પેનલનું ડોકેટ CEC માટે તૈયાર કરાશે. 26મી ઓકટોબરે દિલ્હીમાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળશે.
CECની બેઠકમાં નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેશે. 26મીએ મળનારી CECની બેઠકમાં ઉમેદવારો પર આખરી મોહર લાગશે. આ પછી ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. આજે રાત્રે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીથી પરત ફરશે.