Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી ગ્રુપના શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 10 ટકા ઘટીને 2539 રૂપિયા પર આવી ગયો છે
Adani Group Stocks: અદાણી ગ્રુપના ચેરમેન અને દેશના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાંચ અને છેતરપિંડીના આરોપોને કારણે ભારતીય શેરબજારમાં અદાણી ગ્રુપના લિસ્ટેડ શેરોમાં ઘટાડો થયો છે. અદાણી ગ્રુપના શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 10 ટકા ઘટીને 2539 રૂપિયા પર આવી ગયો છે અને શેર લોઅર સર્કિટ પર આવી ગયો છે. અદાણી પોર્ટ્સમાં પણ 10 ટકા, અંબુજા સિમેન્ટમાં 10 ટકા અને અદાણી પાવરમાં 16 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો
21 નવેમ્બર, 2024ને ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 20 ટકા ઘટીને 697.70 રૂપિયા થયો હતો અને શેર લોઅર સર્કિટમાં અથડાયો હતો. અદાણી ટોટલ ગેસનો શેર 14 ટકા ઘટીને 577.80 રૂપિયા, અદાણી ગ્રીન એનર્જીનો શેર 18 ટકા ઘટીને 1159 રૂપિયા, ACCનો શેર 10 ટકા ઘટીને 1966.55 રૂપિયા થયો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ અને સેઝનો શેર પણ 10 ટકા ઘટીને 1160 રૂપિયા, અદાણી વિલ્મરનો શેર 8 ટકા ઘટીને 301 રૂપિયા પર આવી રહ્યો છે.
અમેરિકાથી અદાણીને લઇને કરવામાં આવ્યા આ દાવા
ગૌતમ અદાણીના શેરમાં આ ઘટાડો વાસ્તવમાં અમેરિકાના એક સમાચાર બાદ જોવા મળ્યો હતો. જેમાં અદાણી ગ્રૂપની કંપની પર જૂઠું બોલવું અને કોન્ટ્રાક્ટ મેળવવા લાંચ આપવા જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ગૌતમ અદાણી પર તેમની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ માટે યુએસમાં સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 265 મિલિયન ડોલર (આશરે 2236 કરોડ રૂપિયા)ની લાંચ આપવાનો અને તેને છૂપાવવાનો આરોપ છે.
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
US prosecutors charge Gautam Adani and others in alleged Solar Energy contract bribery case
— ANI Digital (@ani_digital) November 21, 2024
Read @ANI Story | https://t.co/s7WV3Vvsp6#GautamAdani #USA pic.twitter.com/NtrNAJZgZP