શોધખોળ કરો

Double Decker Bus: ત્રણ દાયકા બાદ અમદાવાદમાં શરૂ થઇ ડબલ ડેકર એસી ઈ-બસ, શહેરમાં ક્યાં-ક્યાં દોડશે ને શું છે ફેસિલિટી ?

આજથી અમદાવાદીઓને વધુ એક મોટી સુવિધા મળી છે. આજથી અમદવાદમાં ડબલ ડેકર બસની શરૂઆત થઇ છે. આ સર્વિસને ત્રણ દાયકા બાદ શહેરમાં ફરી એકવાર શરૂ કરવામાં આવી છે

Ahmedabad Double Decker Bus: આજથી અમદાવાદીઓને વધુ એક મોટી સુવિધા મળી છે. આજથી અમદવાદમાં ડબલ ડેકર બસની શરૂઆત થઇ છે. આ સર્વિસને ત્રણ દાયકા બાદ શહેરમાં ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. આજથી હવે અમદાવાદના રસ્તાઓ પર એએમટીએસની ડબલ ડેકર એસી ઈ-બસ દોડતી દેખાશે. તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું હતુ. લંડનથી 5 AC ડબલ ડેકર બસ અમદાવાદમાં લાવવામાં આવી હતી. આ ડબલ ડેકર એસી બસ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેના બાદ હવે આ બસને અમદાવાદમાં દોડાવાશે. જાણો આ નવી ડબલ ડેકર બસ વિશે....

આજે અમદાવદના મેયરના હસ્તે ડબલ ડેકર એસી ઈ-બસનું ફ્લેગઑફ કરાયું હતુ. આ પ્રસંગે એએમસીના પદાધિકરીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ ત્રણ દાયકા બાદના લાંબાગાળા બાદ પ્રથમ ડબલડેકર બસની અમદાવાદમાં શરૂઆત થઈ છે. પ્રથમ રૂટ તરીકે વાસણાથી આશ્રમ રોડ થઇ આરટીઓ સુધી બસ દોડાવાશે. ખાસ વાત તો એ છે કે, આ ડબલ ડેકર બસમાં અમદાવાદ મ્યુનિસિપિલ ટ્રાન્સપોર્ટની તમામ પ્રકારની ટીકીટો તથા પાસ માન્ય રહેશે.  

ડબલ ડેકર એસી ઈ-બસની ખાસ વિશેષતાઓ - 
યુએસબી ચાર્જ, વાઈફાઈ
રિડીંગ લાઇટ અને કમ્ફર્ટ સીટ 
૬૩ પ્લસ ડ્રાઇવરની કેપીસીટી 
ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે 
દરરોજનું સંચાલન 200 કિમી કરાશે 
ચાર્જ સમય દોઢ કલાક થી ૩ કલાક લાગશે 
900 એમ એમ ફલોર હાઇટ 
4750 એમએમ હાઇટ 
9800 એમએમ લંબાઇ 
2600એમએમ પહોળાઇ

શું રહેશે ડબલ ડેકર એસી ઈ-બસનો રૂટ મેપ - 
ફતેહનગર, પાલડી, વા.સા.હોસ્પિટલ, સન્યાસ આશ્રમ, નટરાજ સિનેમા, ઇન્કમટેક્ષ ઓફિસ, ઉસ્માનપુરા, વાડજ ટર્મિનસ, સુભાષબ્રીજ સર્કલ (આર.ટી.ઓ), પાવરહાઉસ, ચિંતામણી સોસાયટી, ઓ.એન.જી.સી.ઓફિસ, પાર્શ્વનાથનગર, (વાડજ થી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી હાલ પુરતું વાસણા થી વાડજ - કુલ 7.16 કિલોમીટરનો રુટ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

Embed widget