ગુજરાતમાં આજથી વધુ એક જગ્યાએ ડ્રાઈવ-થ્રુ-વેક્સિનેશન ડ્રાઈવ શરૂ, સવારથી જ રસી લેવા માટે કારની લાગી લાંબી લાઈન
સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, 45 થી વધુ વયના નાગરિકોને હવે કોવિશિલ્ડ રસી આપવામાં આવશે.
મુંબઈ, કચ્છ બાદ હવે અમદાવાદમાં શરૂ થયેલા ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનને સારો પ્રતિસાદ મળ્યો છે.અને આજથી અમદાવાદમાં વધુ એક ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર શરૂ થયુ છે. મેમનગર-ગુરુકુળ ખાતેની ડ્રાઈવ ઈન સિનેમા આગળ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી હાથ ધરાશે રસીકરણ પ્રક્રિયા. જેમાં 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. નાગરિકો પોતાના વાહનમાં, ટેક્સી કે રીક્ષામાં સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવી લઈ શકશે કોરોનાની વેક્સીન. સ્થળ પર જ રજીસ્ટ્રેશન બાદ કારમાં બેઠા બેઠા રસી આપવામાં આવી રહી છે. સવારથી અહીં પણ વેક્સિનેશન માટે લોકો પહોચેલા જોવા મળ્યા.
આ પહેલા પણ, AMC એ નારણપુરા સ્ટેડિયમમાં ડ્રાઈવ-થ્રુ રસીકરણ પ્રોજેક્ટ શરુ કર્યો હતો. જેને સારો પ્રતિસાદ મળ્યા બાદ હવે આ નવા સેન્ટર પર ડ્રાઈવ થ્રુ વેક્સિનની સગવડ ઊભી કરવામાં આવી છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, 45 થી વધુ વયના નાગરિકોને હવે કોવિશિલ્ડ રસી આપવામાં આવશે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા હતા. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 14770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27 ટકા છે.
ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 18, સુરત કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન 7, મહેસાણામાં 4, રાજકોટ 7, વડોદરા 5, રાજકોટ કોર્પોરેશન 6, જામનગર કોર્પોરેશમાં 8, સુરત 5, જૂનાગઢ 6, ભરુચ 2, પંચમહાલ 2, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 5, ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-3, આણંદ-1, દાહોદ -1, કચ્છ 4, ખેડા 1, ગાંધીનગર 0, ભાવનગર 0, બનાસકાંઠા 2, પાટણ 1, અમરેલી 1, મહીસાગર 2, ગાંધીનગર કોર્પોરેશન 1, નવસારી-0, સાબરકાંઠા 3, અરવલ્લી 2, વલસાડ 0, દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2, નર્મદા 0, સુરેન્દ્રનગર 1, અમદાવાદ 1, તાપી 1, મોરબી 0, પોરબંદર 0, ડાંગ 0 અને બોટાદમાં 0 મોત સાથે કુલ 121 લોકોના મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2883, સુરત કોર્પોરેશન-839, વડોદરા કોર્પોરેશન 790, મહેસાણામાં 483, રાજકોટ 395, વડોદરા 371, રાજકોટ કોર્પોરેશન 351, જામનગર કોર્પોરેશમાં 348, સુરત 274, જૂનાગઢ 257, ભરુચ 248, પંચમહાલ 246, જામનગર 238, જૂનાગઢ કોર્પોરેશન 227, ભાવનગર કોર્પોરેશમાં 224, ગીર સોમનાથમાં-211, આણંદ-189, દાહોદ -184, કચ્છ 179, ખેડા 161, ગાંધીનગર 158, ભાવનગર 151, બનાસકાંઠા 143, પાટણ 142, અમરેલી 141, મહીસાગર 140, ગાંધીનગર કોર્પોરેશન 112, નવસારી-110, સાબરકાંઠા 108, અરવલ્લી 106, વલસાડ 98, દેવભૂમિ દ્વારકા-94, છોટા ઉદેપુર 84, નર્મદા 84, સુરેન્દ્રનગર 74, અમદાવાદ 72, તાપી 54, મોરબી 44, પોરબંદર 37, ડાંગ 20 અને બોટાદમાં 14 કેસ સાથે કુલ 11084 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,27,556 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 32,14,079 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,35,41,635 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.