શોધખોળ કરો

ગુજરાતના કયા નવ જિલ્લાની RTOમાં શનિ-રવિવારે પણ લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ? જાણો વિગત

અમદાવાદ સહિત 9 શહેરમાં શનિ-રવિ પણ કામગીરી હાથ ધરાશે. શનિવાર તથા રવિવારે સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી ડ્રાઇવિગ ટેસ્ટ આપી શકાશે.

અમદાવાદઃ ગુજરાતની આરટીઓ કચેરીઓ આગામી ૪ જૂનથી રાબેતા મુજબ શરુ કરાશે.લાયસન્સ સબંધીત કામગીરી માટે ઓનલાઇન એપાઇન્ટમેન્ટ લેનાર અરજદારે ફરજિયાત હાજર રહેવું પડશે. પાકા લાયસન્સની કામગીરીનો ભરાવો થઇ જતા અમદાવાદ સહિત 9 શહેરમાં શનિ-રવિ પણ કામગીરી હાથ ધરાશે. શનિવાર તથા રવિવારે સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી ડ્રાઇવિગ ટેસ્ટ આપી શકાશે. અખબારી અહેવાલ પ્રમાણે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, ભૂજ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી શનિ-રવિવારે પણ હાથ ધરાશે. આરટીઓ કચેરીમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ અને થર્મલ સ્ક્રીનિંગ પછી જ વાહનચાલકોને અપોઇમેન્ટના 15 મિનિટ પહેલા પ્રવેશ અપાશે. કોરાનાની મહામારીના કારણે લોકડાઉન જાહેર કરાયું હોવાથી છેલ્લા બે મહિનાથી આરટીઓ કચેરી બંધ હતી. સરકારી કચેરીઓ ગઈ કાલ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે આરટીઓ કચેરીઓ ચાર જૂનથી રાબેતા મુજબ શરુ કરાશે. જેમાં ખાસ કરીને કોરોના વાયરસનું સંક્રમણ થાય નહી માટે આરટીઓ કચેરી બહાર સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે ગોળ સર્કલ બનાવીને લાઇનમાં નંબર પ્રમાણે કામગીરી કરવી તથા આવનારા તમામ અરજદોરો અને કર્મચારીઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. વાહનના લાઇસન્સને લગતી કામગીરી માટે એપાઇન્ટમેન્ટ ફરિયાત લેવાની રહેશે અને નિયત તારીખે અરજદાર હાજર નહીં રહે તો ફરી વખત એપોઇન્ટમેન્ટ લેવી પડશે. ડ્રાઇવિંગ ટેસ્ટ સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી આપી શકાશે. ઉપરાંત શિખાઉ લાયસન્સની મુદત પુરી થઇ હોય તેવા કિસ્સામાં તા.૨૧-૦૩-૦૨૦થી તા.૩૧ -૦૭-૨૦૨૦ સુધી જે અરજદારો લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તેવા અરજદારોએ આગામી તા.૩૧-૦૭-૨૦૨૦ સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે. જેનાં માટે કોઇ વધારાની ફી અરજદારે ભરવાની રહેશે નહી. આરટીઓ કચેરીના કર્મચારીઓ પણ ઓને લાઇન એપોઇન્ટમેન્ટ મેળવનારા અરદારાનું કામકાજ ઓછા સમયમાં અને નિયત થયેલી તારીખે પૂર્ણ કરાવું, જેથી અરજદારોને ધક્કા ખાવા ન પડે તેવી પણ વડી કચેરી દ્વારા સૂચના આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget