શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં જ કિન્નરે પોલીને ભાંડી ગાળો, કહ્યું તારી......
ઉલટા ચોર કોટવાલને દાંટે યુક્તિ મુજબ કિન્નરે પોલીસને નોકરી નહીં કરવા દઉ કહી છરી મારી દેવાની ધમકી આપી હતી. જે બાદ વાડજ પોલીસે કિન્નર સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.
અમદાવાદ: સુરતના ગોડાદરામાં થોડા દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયા બાદ દાપું ઉઘરાવવા માટે આવેલા કિન્નરોએ દાપું ઓછું આપતા યુવકને માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવી દીધુ હતું. કિન્નરોએ કરેલા હુમલા બાદ યુવક બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત હાલ નાજુક હતી ચારેક દિવસની સારવાર દરમિયાન ગેહરીલાલ કસ્તુરી ખટીકનું મોત નીપજ્યું હતું. આ ઘટના હજુ તાજી છે ત્યાં અમદાવાદમાં કિન્નરની લુખ્ખાગીરીનો કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદના વાડજમાં કિન્નરે પોલીસ સ્ટેશનમાં જ પોલીસને ગાળો ભાંડી હતી. કિન્નર વિરુદ્ધ થયેલી ફરિયાદના આધારે તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. જ્યાં ઉલટા ચોર કોટવાલને દાંટે યુક્તિ મુજબ કિન્નરે પોલીસને નોકરી નહીં કરવા દઉ કહી છરી મારી દેવાની ધમકી આપી હતી. જે બાદ વાડજ પોલીસે કિન્નર સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.
શુભ પ્રસંગે દાપું માંગવા આવતા કિન્નરોની દાદાગીરીની ઘણી વાતો સામે આવતી હોય છે, પરંતુ તેમ છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ઓટો સેક્ટરમાં ઘેરી બનતી મંદી, આ જાણીતી કંપનીએ 18 દિવસ સુધી કામકાજ બંધ રાખવાનો લીધો નિર્ણય, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion