શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં રહેતો દર ચોથો વ્યક્તિ ગુજરાતી છે: ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત સાથે અમે 3 બિલિયન ડોલરના શસ્ત્ર સાધનોના એમઓયુ કરવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે બંને દેશોના સંબંધો સારા રહે.
અમદાવાદ: અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની અને ફર્સ્ટ લેડી મેલેનિયા ભારત યાત્રા પર છે એમાં પણ અમદાવાદથી પ્રવાસથી શરૂઆત કરી છે. અમદાવાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી ત્યાર બાદ રોડ શો દ્વારા વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમે પહોંચ્યા હતાં.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભાષણમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે બોલિવૂડ, ફિલ્મ DDLJ અને મહાન ક્રિકેટર સચીનને યાદ કર્યા હતા. આ ઉપરાંત તેમમે વિરાટ કોહલીને પણ યાદ કર્યા હતા. ટ્રમ્પે ભારતને મહાન દેશ ગણાવ્યો અને ભારતે મહાન લોકો પેદા કર્યા હોવાનું કહ્યું.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત સાથે અમે 3 બિલિયન ડોલરના શસ્ત્ર સાધનોના એમઓયુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે તાજમહેલ જોવા પણ જવાના છીએ. ટ્રમ્પે અમેરિકામાં રહેતા ભારતીયોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમેરિકામાં રહેતો દર ચોથો વ્યક્તિ ગુજરાતી છે અને અમે ઈચ્છીએ છીએ કે બંને દેશોના સંબંધો સારા રહે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
અમદાવાદ
ટેકનોલોજી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion