Ahmedabad: હોટલમાંથી બહાર આવતા ગ્રાહકો પાસેથી નકલી પોલીસ બની પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ
આરોપીઓએ નરોડમાં ગેસ્ટ હાઉસથી નીકળેલા યુવાન પાસે નકલી પોલીસે રૂપિયા માંગ્યા હતા. 4 શખ્સોએ પોલીસ તરીકે ઓળખ આપી તે ખોટું કામ કર્યું છે ઘરે જાણ કરવી પડશે કહી પૈસાની માંગ કરવામાં આવી હતી.
અમદાવાદ: અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં નકલી પોલીસ બની ડરાવી ધમકાવી પૈસા પડાતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓએ નરોડમાં ગેસ્ટ હાઉસથી નીકળેલા યુવાન પાસે નકલી પોલીસે રૂપિયા માંગ્યા હતા. 4 શખ્સોએ પોલીસ તરીકે ઓળખ આપી તે ખોટું કામ કર્યું છે ઘરે જાણ કરવી પડશે કહી પૈસાની માંગ કરવામાં આવી હતી. 1.69 લાખ માંગતા છેલ્લા યુવાને ATM માંથી 50 હજાર ઉપાડીને આપ્યા હતા. ચાંદલોડિયાના યુવાન સાથે બનેલી ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
નકલી પોલીસની ટોળકીમાં આરોપીઓ હોટલની બહાર બેસી વોંચ રાખતા હતા. હોટલમાંથી બહાર આવતા યુગલોને ધમકાવી પોલીસની ઓળખ આપી કેસ કરવાની ધમકી આપી તેમની પાસેથી પૈસા પડાવતા હતા. નકલી પોલીસ ગેંગને ઝડપી હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે.
વેરાવળ બોટમાંથી 350 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો
થોડા દિવસો પહેલા જ ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો હતો. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો. આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો. ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો છે. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો છે.
ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળી આવ્યું છે. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો.
બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું
ગુજરાતના દરિયાકાંઠે ફરી એકવાર કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. SOG એ NDPS દ્વારા રેડ કરતા હેરોઈન ડ્રગ્સના કુલ 50 કિલો સીલ બંધ પેકેટ મળી આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial