AHMEDABAD : ગેંગરેપ કરનાર આરોપીઓની ધમકીથી કંટાળીને પિડિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
Ahmedabad News : આરોપીઓ તરફથી મળતી ધમકીના પગલે યુવતીએ અનેક વખત પોલીસ પાસે મદદ માંગી હતી, પણ મદદ ન મળતા તેણે આ પગલું ભર્યું.
Ahmedabad : અમદાવાદમાં ગેંગરેપ કરનાર આરોપીઓની ધમકીથી કંટાળીને પિડિતાએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. વર્ષ 2020માં બનેલી ગેંગરેપની ઘટનામાં જેલહવાલે કરાયેલા આરોપીઓ મારી નાખવાની ધમકી આપતા યુવતીએ પગલું ભર્યું છે. મોડી રાત્રે યુવતીએ ઊંઘની સંખ્યાબંધ ગોળીઓ ખાઈ લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ બાબતે પોલીસ પાસે યુવતીએ આરોપીઓ તરફથી મળતી ધમકીના પગલે અનેક વખત મદદ માંગી હતી પણ મદદ ન મળતા તેણે આ પગલું ભર્યું.
પીડિત યુવતી આજે સમગ્ર મામલાને હાઇકોર્ટમાં રજુઆત પણ કરવાની હતી જોકે તે પહેલા જ તેણે આ પગલું ભર્યું. પિડિતા પર 8 તારીખના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગરમા હુમલો પણ થયો હતો.
ગત રાત્રીએ પિડિતા દ્વારા વિડિયો બનાવી અને આપઘાતનો પ્રયાસ કરવા મામલે વસ્ત્રાપુર પોલીસે જાણવાજોગ નોંધ કરી હોવાનું સામે આવ્યુ છે.તો આ તરફ કોર્ટે આપેલા શરતી જામીનનો ભંગ કરી આરોપીઓ પીડિતા પર દબાણ કરતા હોવાથી તેમના જામીન રદ્દ કરવા કોર્ટમાં કાર્યવાહી કરવાની તજવીજ પીડિતાના વકીલે શરૂ કરી છે.
દિલ્હીમાં ફાઇવ સ્ટાર હોટલમાં બળાત્કાર
દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં બળાત્કારની ઘટના બની છે. એક રિપોર્ટ અનુસાર, દિલ્હીના દ્વારકામાં મહિલાએ હોટલમાં એક પુરુષ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા આરોપીને ડેટિંગ એપ મારફતે મળી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ઘટના 3 જૂનની છે. દ્વારકામાં આવેલી ફાઈવ સ્ટાર હોટલમાં એક મહિલા પર કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ડેટિંગ એપ મારફતે આરોપી પીડિતાના સંપર્કમાં આવ્યો હતો. આરોપી હૈદરાબાદનો રહેવાસી છે અને હાલ ફરાર છે. પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
પોલીસે જણાવ્યું કે આરોપી હૈદરાબાદનો રહેવાસી છે. પીડિત મહિલા સાથે તેની ઓળખાણ ડેટિંગ એપ દ્વારા થઈ હતી. આ પછી છોકરાએ છોકરીને 5 સ્ટાર હોટલમાં મળવા બોલાવી હતી. બાદમાં હોટલના રૂમમાં મહિલા પર બળાત્કાર ગુજારાયો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.