અમદાવાદની આ સ્કૂલમાં ગણેશ ઉત્સવ દરમિયાન બબાલ, વિદ્યાર્થીના પગ પર ચઢાવી દીધી કાર, જાણો શું છે ઘટના?
અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણેશ ઉત્સવની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી.
Ahmedabad news: અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણેશ ચતુર્થીના અવસરે ગણેશ સ્થાપનાના દિવસે સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઇ હતી. એક વિદ્યાર્થિનીનું સ્કૂલમાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અપમાન કરતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો અને બંને જુથ વચ્ચે આ દરમિયાન બોલાચાલી બાદ મારામારી થઇ હતી. આ સમગ્ર ઘટના 7 સપ્ટમેબરની છે.
અમદાવાદ શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણેશ સ્થાપનનાનો કાર્યક્રમ હતો, જેના કારણે પૂજા અને આરતી માટે વિદ્યાર્થીઓ એકઠા થયા હતા આ દરમિયાન એક વિદ્યાર્થીએ એક યુવતીનું અપમાન કર્યું અને તેને આ જગ્યાથી જતું રહેવાનું કહીને ઉદ્ધતાઇ કરી. જેની પગલે વિદ્યાર્થિનીએ સમગ્ર ઘટનાની ફરિયાદ તેમના ભાઇ અને પિતાને કરી હતી. આ ઘટનાના પગલે પિતા અને ભાઇ કાર લઇને ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દરમિયાન વિદ્યાર્થિનીના પિતા અને ભાઇ સાથે વિદ્યાર્થી જૂથની સાથે બોલાચાલી બાદ મામારી થઇ હતી. મળતી માહિતી મુજબ પીડિતા વિદ્યાર્થિના પિતાએ લોકોનો જીવ જોખમાય તેમ ગાડી રિવર્સમાં લેતા એક વિદ્યાર્થીના પગ પરથી ગાડીનું ટાયર ફરી વળ્યુ હતું. આ ઘટનામાં રાજસ્થાનના 21 વર્ષીય યશ પાનેરીએ પણ વિદ્યાર્થિની અને તેના પિતા તથા ભાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો