Ahmedabad: પૂર્વ ધારાસભ્ય કનુ કળસરિયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ગમે ત્યારે કરી શકે છે કેસરિયા
અમદાવાદ: સૌરાષ્ટ્રમાં ભાજપનું 'ઑપરેશન લોટસ' યથાવત છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. હવે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા ભાજપમાં જોડાઈ શકે છે.
અમદાવાદ: સૌરાષ્ટ્રમાં ભાજપનું 'ઑપરેશન લોટસ' યથાવત છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. હવે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા ભાજપમાં જોડાઈ શકે છે. તમને જમાવી દઈએ કે, મહુવાના વડલીમાં પાટીલ અને કનુભાઈ વચ્ચે બેઠક થઈ હતી. માયાભાઈ આહીરની હાજરીમાં બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ હોવાની માહિતી સામે આવી છે. તમને જણાવી દઈએ કે, કનુભાઈ ખેડૂત આગેવાનની છાપ ધરાવે છે. કનુભાઈ આવતીકાલે કેસરિયા કરી શકે છે. આમ સૌરાષ્ટ્રમાં ભાજપે કોંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો છે. સીઆર અને કનુભાઈની બેઠકમાં માયાભાઈ આહીર, રઘુભાઈ ઉંબલ હાજર રહ્યા હતા.
પોતાના લડાયક મીજાજ માટે જાણીતા છે કનુભાઈ
કનુ કળસરિયા પોતાના લડાયક મીજાજ માટે જાણીતા છે. તેમની રાજકીય સફર વિશે વાત કરીએ તો, કનુભાઈ 1998માં ભાવનગરની મહુવા બેઠક પરથી ચૂંટાયા હતા અને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા છબીલદાસ મહેતાને હરાવ્યા હતા. આ ચૂંટણીમાં છબીલદાસ મહેતાને 19,108 મત મળ્યા હતા જ્યારે કનુ કળસરિયાને 37,686 મત મળ્યા હતા. સૌથી વધારે તેઓ ત્યાર ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે અંબુજાની ફેક્ટરીના વિરોધમાં મેદાને આવ્યા. નવેમ્બર 2018માં ભાવનગરના તળાજા વિસ્તારમાં ખાનગી સિમેન્ટ કંપની દ્વારા જમીન અધિગ્રહણ વિરુદ્ધના દેખાવો દરમિયાન કંપનીની સંપત્તિને રૂપિા 5 લાખનું નુકસાન પહોંચાડવાના કેસમાં ફેબ્રુઆરી 2021માં ભાવનગરની સ્થાનિક કોર્ટે કનુ કળસરિયાને છ મહિનાની સાદી કેદ અને રૂ. 500નો દંડ ફટકાર્યો હતો.
તો બીજી તરફ કનુભાઈએ 2012માં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. 2012માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કનુભાઈ કળસરિયાએ 'સદભાવના મંચ'ના નેજા હેઠળ ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠક ઉપરથી ચૂંટણી લડી હતી અને આજુબાજુની બેઠક ઉપર છ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જેમાં કનુ કળસરિયાનો ગારિયાધાર બેઠક ઉપરથી પરાજય થયો હતો.
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે. આજે અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. અધ્યક્ષે રાજીનામાનો સ્વીકાર કર્યો છે. રાજીનામું આપનારા લાડાણી કોંગ્રેસના ચોથા ધારાસભ્ય બન્યા છે. રાહુલ ગાંધીની યાત્રા સમયે જ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 13 થયું છે. છેલ્લા ત્રણ દિવસમાં પંજાને આ પાંચમો ફટકો લાગ્યો છે. સોમવારે અર્જુન મોઢવાડિયા અને અમરિશ ડેરે રાજીનામું આપ્યું હતું. અરવિંદ લાડાણી છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં છે.