શોધખોળ કરો

અમદાવાદમાં ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સનો સેમિનાર યોજાયો

અમદાવાદ : MarkPatent.ORG દ્વારા અમદાવાદમાં તા. 23 અને 24 ફેબ્રુઆરી 2019નાં રોજ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસ (ipr) અંગેના 14માં આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. MarkPatent.ORG દ્વારા અગાઉ 13 સફળ વાર્ષિક સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે યોજાયેલા સેમિનારની          થીમ-“Intellectual Property Rights- A key to Successful Business Strategy” હતી. MarkPatent.ORG એ એવી સંસ્થા છે, કે જે ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી તત્વો જેવા કે ટ્રેડમાર્કસ એક્ટ, પેટન્ટ એક્ટ, કોપીરાઈટ એક્ટ, ડિઝાઈન એક્ટ અને સાયબર એક્ટમાં એડવાન્સમેટ અને સ્પોર્ટનાં ક્ષેત્રના સક્રિયપણે કાર્યરત છે, જેનાથી વ્યાપારી સમુદાય, વિદ્યાર્થીઓ ટ્રેડ એસોસિએશન્સ વગેરેમાં આવા કાયદાઓ અંગેની સભાનતા આવે. MarkPatent.ORG નાં મેનેજિંગ ટ્રસ્ટી ડો. રાજેશકુમાર આચાર્ય ટોચનાં આંતરરાષ્ટ્રીય આઈપી એટર્ની છે અને તેઓ કાનૂની ક્ષેત્રમાં 40 વર્ષનો સુદીર્ઘ અનુભવ ધરાવે છે. તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત આઈપી એટર્ની ફર્મ એચ કે આચાર્ય એન્ડ કંપનીનાં મેનેજિંગ ડાયરેક્ટર છે. તેઓ વિવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સક્રિય સભ્ય છે. આ સેમિનારમાં ડો. આચાર્યએ ‘Artificial Intelligence from Brick to Brain’ વિષય પર વકતવ્ય આપ્યું હતું. આ વકતવ્યમાં તેમણે અગત્યનાં ઘટકો વડે મશીન ઈન્ટેલીજન્સ દ્વારા ડિસીઝન મેકીંગ પ્રોસેસ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. આ સેમિનારને જીસીસીઆઈ, જિટકો, ગુજકોસ્ટ વગેરે જેવી જાણીતી સંસ્થાઓ દ્વારા સહ આયોજિત કરવામાં આવ્યો છે. સીઈડી (સેન્ટર ફોર એન્ટર પ્રન્યોરશીપ ડેવલપમેન્ટ) આ સેમિનારની ટોચની સહ આયોજકોમાંની એક છે. સીઈડી તે 40 વર્ષ જૂની ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત થયેલી સંસ્થા છે, કે જે સક્રિયપણે સ્કીલ ડેવલપમેન્ટનાં ક્ષેત્રમાં કાર્યરત છે. માર્કપેટન્ટ ડોટ ઓઆરજી અને સીઈડી સંયુક્તપણે ગુજરાત સરકાર દ્વારા પેટન્ટ રજિસ્ટ્રેશન્સ માટે ફાળવાયેલી ગ્રાન્ટમાંથી વ્યાપારી સમુદાય, વિદ્યાર્થીઓ અને અન્ય જૂથોને સ્કીલ ડેવલપમેન્ટ અને ઈનોવેશન ઉપરાંત આજનાં ઝડપી ઔદ્યોગિક વૃધ્ધિ ધરાવતા યુગમાં તેમનાં ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસનાં સંરક્ષણ માટે મદદ કરે છે. આ સેમિનારમાં ભારત, કોલમ્બીયા, ચીન, જર્મની, યુએસએ, લેટવિયા, બ્રાઝિલ, ઈટાલી, આર્જન્ટીના અને મલેશિયા જેવા દેશોનાં સ્પીકરોએ વિવિધ આઈપીઆર (ipr) ટોપિક્સ પર પોતાના પ્રેઝન્ટેશન્સ આપ્યા હતાં. સીઈડીનાં ડાયરેક્ટર ડો. રામનાથ પ્રસાદે સ્કીલ ડેવલપમેન્ટ અંગે પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ગુજરાત સરકારની આઈપીઆર કમિટીનાં સભ્ય પદમિન બુચે આઈપીઆરનાં રસપ્રદ વિષય પર પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. જીસીસીઆઈનાં પ્રેસિડેન્ટ ડો. જયમિન વસા પ્રથમ દિવસે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસનાં કાર્યક્રમમાં ટ્રોઈકાના મેનેજિંગ ડાયરેક્ટર ડો. કેતન પટેલ મુખ્ય મહેમાન પદે અને જીટીયુનાં વાઈસ ચાન્સેલર ડો. નવીન શેઠ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot news : રાજકોટના દિવ્યાંગના જુસ્સાને સલામ, 80 ટકા દિવ્યાંગે 10મી વખત સર કર્યો ઉંચો ગઢ ગિરનારMaharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહBanaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચીThaltej Hit And Run case: ‘એ સુધરી જાય કાંતો મરી જાય..’દીકરાને બે હાથ જોડી રડતા રડતા કરી વિનંતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
ડાયાબિટીસમાં મખાના ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે ? જાણો ક્યારે અને કેટલા ખાવા જોઈએ 
ડાયાબિટીસમાં મખાના ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે ? જાણો ક્યારે અને કેટલા ખાવા જોઈએ 
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
ચીઝ બર્ગર તમારા જીવનની દરેક મિનિટને ઘટાડી રહ્યું છે, કોલ્ડ ડ્રિંક પણ તમને મારી રહ્યું છે - સંશોધન
ચીઝ બર્ગર તમારા જીવનની દરેક મિનિટને ઘટાડી રહ્યું છે, કોલ્ડ ડ્રિંક પણ તમને મારી રહ્યું છે - સંશોધન
Embed widget