શોધખોળ કરો

Ahmedabad: આજથી હોસ્પિટલમાં દાખલ થવા હવે 108ની જરૂર નહીં પડે, આધાર કાર્ડ અન્ય વિસ્તારનું હશે તો પણ....

અમદાવાદમાં તમામ ખાનગી હોસ્પિટલે ફરજીયાત પણે 75 ટકા બેડ કૉર્પોરેશનને પૂરા પાડવાનો નિર્ણય લેવાયો છે.

હવે અમદાવાદમાં 108 મારફતે આવનાર દર્દીઓને જ નહી પણ ખાનગી વાહનોમાં આવનાર દર્દીઓને પણ હોસ્પિટલમાં કરી શકાશે દાખલ.  અગાઉ જ્યારે એવો નિર્ણય લેવાયો કે માત્ર 108માં આવનાર દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરી શકાશે. એ સમયે દર્દીઓનાં પરિવારજનોએ સવાલો ઉઠાવ્યા હતા કે 108ને ફોન કર્યા બાદ કલાકો બાદ રાહ જોવી પડે છે. તો શું અમે અમારા પરિવારજનને અમારી સામે તડપતા જોઈ રહીએ કે પછી ખાનગી વાહનોમાં સારવાર માટે પહોંચાડીએ. અંતે આવા સવાલો ઉઠતા આ નિર્ણય પાછો ખેંચાયો છે.

આ ઉપરાંત અમદાવાદમાં તમામ ખાનગી હોસ્પિટલે ફરજીયાત પણે 75 ટકા બેડ કૉર્પોરેશનને પૂરા પાડવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયને અમદાવાદ હોસ્પિટલ એંડ નર્સિંગ એસોસિએશનને આવકાર્યો છે. આહનાના જોઈંટ સેક્રેટરી ડૉક્ટર જીગર શાહે કહ્યુ કે, સરકારી-ખાનગી કે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં 108 સિવાય પણ દર્દીને પ્રવેશ આપવાના નિર્ણયથી લોકોને ઘણી મોટી રાહત મળશે અને 108ને પણ ભારણ ઘટશે. આ નિર્ણયના કારણે તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય તેવા દર્દીને ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચાડી પ્રવેશ આપી શકાશે.

ગઈકાલે રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા, જેનો અમલ આજથી કરવામાં આવશે.

  • કોવિડ હોસ્પિટલમાં દાખલ થતી વખતે 108 સેવા મારફતે દાખલ થવાની જરૂરિયાત હતી તે પાછી ખેંચી લેવામાં આવી છે. હોસ્પિટલોએ કોવિડ દર્દીઓ કોઈપણ રીતે પહોંચે તો તેમને દાખલ કરવાના રહેશે.
  • શહેરમાં કોવિડ સારવાર પૂરી પાડતી તમામ ખાનગી હોસ્પિટલોએ તેમની ચાલુ ક્ષમતાના 75 ટકા બેડ કોવિડ સારવાર માટે પૂરા પાડવાની રહશે.  એટલે કે કોવિડ સિવાયના દર્દીઓ માટે 25 ટકા બેડ જ ઉપલબ્ધ  રહેશે. આનાથી શહેરમાં કોવિડ સારવાર માટે વધારાના 1000 બેડ ઉપલબ્ધ થશે.
  • દર્દીને ઝડપથી દાખલ કરી શકાય તે માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિપાત પણ તાત્કાલિક અસરથી પાછી ખેંચવામાં આવી છે.
  • કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં એએમસી ક્વોટામાં દાખલ થવા 108 સેવાનો કે 108 કંટ્રોલ રૂમના રેફરન્સની જરૂરિયાત પણ નહીં રહે.
  • કોરોના દર્દીની ઝડપથી સારવાર થઈ શકે અને તાત્કાલિક દાખલ કરી શકાય તે માટે ઓપીડી-ટ્રાઇએજની સુવિધા પૂરી પાડવાની રહેશે.
  • હોસ્પિટલોએ રાજ્ય સરકારના પોર્ટલ પર બેડની રીયલ ટાઈમ માહિતી સતત આપવી પડશે.
  • હોસ્પિટલની બહાર વિશાળ ડિસ્પ્લે બોર્ડ પર વાંચી શકાય તે રીતે રીયલ ટાઈમ માહિતી આપવી પડશે.
  • 108 સેવાના કંટ્રોલ રૂમનનું સંચાલન એએમસીના અધિકારીઓ તથા રાજ્ય સરકારની આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે કરશે.
  • ટેક્નિકલ કારણોસર તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય તેવા કોઈ પણ દર્દીને સારવારની ના પાડી શકાશે નહીં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Embed widget