શોધખોળ કરો

Ahmedabad: G-20મા ભાગ લેવા આવતા વિદેશી મહેમાનોનું અમદાવાદ એરપોર્ટ પર ગરબાની રમઝટથી સ્વાગત

અમદાવાદ: આવતીકાલથી G-20 નો પ્રારંભ થવાનો છે ત્યારે અમદાવાદના એરપોર્ટ પર આવતા વિદેશી ડેલીગેટ્સ માટે તૈયારીઓને આખરીઓ આપવામાં આવ્યો છે.

અમદાવાદ: આવતીકાલથી G-20 નો પ્રારંભ થવાનો છે ત્યારે અમદાવાદના એરપોર્ટ પર આવતા વિદેશી ડેલીગેટ્સ માટે તૈયારીઓને આખરીઓ આપવામાં આવ્યો છે અમદાવાદ એરપોર્ટથી લઈને સુધી અલગ અલગ થીમ ના બેનર્સ લગાવવામાં આવ્યા છે જોકે દેશ વિદેશમાંથી મહાનુભાવો નું આગમન થવાનું છે ત્યારે ગુજરાતમાં 15 જેટલી બેઠકો પણ યોજાવાની છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અશ્વિની વૈષ્ણવ અને જી-20 માટે ભારતના શેરપા અમિતાભ કાન્ત ઉપસ્થિત રહેશે... જેટલા પણ મહાનુભાવો આવી રહ્યા છે તેમના સ્વાગત ની તૈયારી એરપોર્ટ ટર્મિનલ પર ગરવી ગુર્જરી ની ઓળખસામા ગરબા થી કરવામાં આવતી હોય છે અને તમામ લોકોને પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે

ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે 22 થી 24 જાન્યુઆરી દરમ્યાન જી-20 બેઠકો માટે સજજ્ છે. ગુજરાતમાં જી-20ની બેઠકોના આયોજન અંગે મીડિયાને વિગતવાર માહિતી આપતા નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાનાર 15 કાર્યક્રમોની યાદીમાં પ્રથમ કાર્યક્રમ બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ છે, જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે. આ બેઠકમાં ભાગ લેવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ડેલિગેટ્સ પણ આવવાના ગઇકાલથી જ શરૂ થઇ ગયા છે. 

મોના ખંધારે વધુમાં કહ્યું કે, આ જી-20 સમગ્ર ભારત અને ગુજરાત માટે અનેક તકો લઇને આવી છે. ભારતમાં 200થી વધુ મીટિંગો થવાની છે. જેમાં 15 જેટલી બેઠકો ગુજરાતમાં પણ યોજાવાની છે.  ગુજરાતમાં 600થી વધુ ડેલિગેટ્સ આવી રહ્યા છે. જેમાં 200 જેટલા ઇન્ટરનેશનલ તેમજ 400 ભારતના ડેલિગેટ્સનો સમાવેશ થાય છે. આ બધા ડેલિગેટ્સ ઇન્ડસ્ટ્રી સંબંધિત ક્ષેત્ર સાથે સંકળયેલા છે.

જી-20ની બેઠકોની વિગતવાર માહિતી આપતા અગ્ર સચિવ શ્રીએ કહ્યું કે, "ક્લાઈમેટ એક્શન : એક્સિલરેટિંગ ટુવર્ડ્સ નેટ ઝીરો એનર્જી ફોર ગ્રીનર એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર", "રિથિન્કીંગ એન્ડ રિવાઇટલાઇઝીંગ ઇનોવેશન ટુ ડ્રાઇવ , ઇન્ક્લુઝીવ ઇમ્પેક્ટ ", " રિડિફાઇનીંગ ધ ગ્લોબલ ડિજીટલ કોઓપરેશન: અ કોલ ફોર એક્શન", "બિલ્ડીંગ રેઝિલ્યન્ટ ગ્લોબલ વેલ્યૂ ચેન્સ: એડવાન્સિંગ ઇન્ક્લુઝન એન્ડ ઇન્ટીગ્રેશન ઓફ ઓલ" અને "ફોસ્ટરીંગ ફાયનાન્શિયલ ઇન્ક્લુઝન એન્ડ એમ્પાવરીંગ સોસાઇટીઝ જેવા વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે

અગ્ર સચિવ મોના ખંધારે B20 ઇન્સેપ્શન મીટિંગની વિગતો આપતા કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મીટિંગમાં આવેલા પ્રતિનિધિઓને રાજ્યની સંસ્કૃતિ, કલા અને જીવનશૈલીનો અનુભવ પ્રદાન કરવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. આ પ્રતિનિધિઓ 22 જાન્યુઆરી, 2023ના રોજ દાંડી કુટિરની મુલાકાત લેશે. એ જ દિવસે સાંજે એક સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્વાગત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

B20 ઇન્સેપ્શન મીટિંગનું ઓપનિંગ સેશન 23 જાન્યુઆરી, 2023ના રોજ શરૂ થશે. આ ઓપનિંગ સેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ  પિયુષ ગોયલ, કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિનિ વૈષ્ણવ, B20 ઇન્ડિયાના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, G20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત અને ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી અનુરાગ જૈન ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ભારતની B20 પ્રાથમિકતાઓ પર એક સ્પેશિયલ પ્લેનરી યોજાશે, જેમાં બજાજ ફાઇનસર્વના ચેરમેન અને એમડી સંજીવ બજાજ, OECD ખાતે બિઝનેસના ચેરમેન ચાર્લ્સ રિક જ્હોનસ્ટોન, માસ્ટરકાર્ડના વાઇસ ચેરમેન અને પ્રેસિડેન્ટ માઇકલ ફ્રોમેન અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન આર. દિનેશ હાજરી આપશે. 

ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, B20 ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગર ખાતે 22થી 24 જાન્યુઆરી 2023 સુધી યોજાઇ રહી છે. B20 સત્રો વૈશ્વિક વ્યવસાયો માટે નિર્ધારિત થયેલી પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરશે અને B20 સ્ટ્રેટેજિક વિઝનને સાકાર કરશે. તેમણે વધુમાં કહ્યું કે, 23 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે 6.00થી 7.00 વાગ્યા દરમિયાન ‘ગુજરાતમાં રહેલી તકો’ ઉપર પણ એક સ્પેશિયલ પ્લેનરી સેશન યોજાશે. આ સેશન ગુજરાતમાં રહેલી વ્યવસાય અને રોકાણની તકો અંગે એક ઝલક આપશે અને આ સત્ર એ શક્તિઓનું પ્રદર્શન કરશે જેના કારણે રાજ્ય આજે વર્ષોથી રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. આ સત્રમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇ, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, મંત્રી મુળુ બેરા અને મુખ્ય સચિવ પંકજ કુમાર હાજરી આપશે. 

24 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા પુનિત વન ખાતે યોગ સત્ર અને ઈકો-ટૂર, ગિફ્ટ સિટીની મુલાકાત તેમજ અડાલજની વાવની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે એમ ઉદ્યોગ કમિશ્નરએ વધુમાં જણાવ્યું હતું. ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાએ મિલેટ અંગે વાત કરતા કહ્યું કે, સમગ્ર વિશ્વમાં વર્ષ 2023 ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે, ત્યારે આ જી-20 બેઠકમાં દેશ-વિદેશના તમામ ડેલિગેટ્સને વિવિધ મિલેટ્સની વાનગીઓ પણ પીરસવામાં આવશે. મીડિયા બ્રિફ્રિંગ દરમ્યાન ઇન્ડેક્ક્ષ બીના એમ.ડી મમતા હીરપરા પણ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
'પતિના વધતા સ્ટેટસના આધારે ભરણપોષણ ના માંગી શકે મહિલા', જાણો સુપ્રીમ કોર્ટે કેમ આવું  કહ્યું?
'પતિના વધતા સ્ટેટસના આધારે ભરણપોષણ ના માંગી શકે મહિલા', જાણો સુપ્રીમ કોર્ટે કેમ આવું કહ્યું?
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
Christmas Gift Ideas 2024: ક્રિસમસ પર ગિફ્ટ આપવા બેસ્ટ રહેશે આ ચાર ગેજેટ્સ, કિંમત 2000 રૂપિયાથી પણ ઓછી
Christmas Gift Ideas 2024: ક્રિસમસ પર ગિફ્ટ આપવા બેસ્ટ રહેશે આ ચાર ગેજેટ્સ, કિંમત 2000 રૂપિયાથી પણ ઓછી
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
Embed widget