(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: વિઝા માટે નકલી દસ્તાવેજો બનાવતી ગેંગનો પર્દાફાશ
અમદાવાદમાં વિઝા માટે નકલી દસ્તાવેજોની બનાવતી ગેંગનો પર્દાફાશ થયા બાદ પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓ વિઝામાં ખૂટતા ડોક્યુમેન્ટ નકલી બનાવી આપતા હતા.
અમદાવાદ: અમદાવાદમાં વિઝા માટે નકલી દસ્તાવેજોની બનાવતી ગેંગનો પર્દાફાશ થયા બાદ પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓ વિઝામાં ખૂટતા ડોક્યુમેન્ટ નકલી બનાવી આપતા હતા. ખોટા દસ્તાવેજ બનાવી તેમાં સ્ટેમ્પ કરી ઓરીજનલ તરીકે રજૂ કરવામાં આવતાં હતા. જેમાં સૌથી વધુ બેન્કનાં ખોટા સિક્કાઓ મળી આવ્યા હતા. આ ઉપરાંત ગુમાસતા ધારા, બેન્ક સ્ટેટમેન્ટ, આઈ.ટી રિટર્ન જેવા નકલી ડોક્યુમેન્ટમાં સ્ટેમ્પ લગાવવામાં આવતા હતા. પોલીસે જણાવ્યું કે, અલગ અલગ બેન્કનાં સ્ટેમ્પ, તલાટી, અને સરપંચના સ્ટેમ્પ ક્યાં અને કેવી રીતે બનાવવામાં આવ્યા તેની પણ તપાસ કરવામાં આવશે.
ગોધરામાં નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ
પંચમહાલના ગોધરામાં નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ તેમજ માર્ગ મકાન વિભાગના બનાવટી સિક્કા અને દસ્તાવેજો બનાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોધરા એલસીબી પોલીસે માર્ગ અને મકાન વિભાગના બનાવટી 50 ઉપરાંત સિક્કા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ગોધરાના વ્હોરવાડ વિસ્તારમાંથી ઝડપાયેલા ઈસમ પાસેથી યુનિવર્સિટીના 33 બનાવટી દસ્તાવેજોની નકલો પણ મળી આવી છે. બનાવટી દસ્તાવેજો તેમજ સિક્કાનો ઉપયોગ કરીને કોન્ટ્રાક્ટરો સરકાર સાથે છેતરપિંડી કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.
80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશેઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં એટલા આંદોલન છે કે આખું ગુજરાત રોડ પર છે. હું આજે ભરતી કેલેન્ડર જાહેર કરું છુ સરકાર બન્યા બાદ તલાટી, ટેટ ની પરીક્ષાઓ યોજાશે. જુલાઈ મહિનામાં શિક્ષકોને તેમના પસંદગી જિલ્લાઓમાં પોસ્ટિંગ મળશે. ઓક્ટોબર સુધી તમામ શિક્ષકોની ભરતી, 2023માં પોલીસ ભરતી, વેઇટિંગ લિસ્ટ દરેક પરીક્ષામાં જાહેર કરાશે જે 01 વર્ષ સુધી માન્ય રહેશે. સરકારી ભરતીની પરીક્ષા આપવા માટે બસ ભાડું માફ હશે. જેવી સરકાર બનશે ભરતી ચાલુ કરાશે અને 80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશે.
કેજરીવાલની સભામાં કેવા લાગ્યા નારા
'એક કટોરી દો સમોસા, ભાજપ તેરા ક્યા ભરોસા' અને આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ તેરી છેલ્લી દિવાળી તેવા નારા લાગ્યા હતા.
ગુજરાતમાં ગોટાળા થાય ને ભાજપવાળા મનીષ સિસોદિયાને ત્યાં રેડ કરેઃ કેજરીવાલ
ગુજરાતમાં 20 હજાર મહોલ્લા ક્લિનિક ખોલવા પડશે. તેમાં 05 નોકરી ગણતા 01 લાખ નોકરી તો અહીં સર્જાશે. ગુજરાતમાં 21 પેપર લીક, 31 પેપર ઘોટાળા થયા અને ભાજપ વાળા મનીષ સિસોદિયાના ત્યાં રેડ કરે છે. હવે ભાજપનું પેપર ફોડવાનો વારો છે. ભાજપના લોકો જ પેપર ફોડે છે, ભાજપનો કોઈ નેતા પેપર ફોડમાં જેલમાં નથી ગયો. અમે આ તમામની તપાસ કરી ગુન્હેગારોને જેલમાં મોકલીશું. નવા કાયદામાં 10 વર્ષની જેલની જોગવાઈ હશે.