શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ યુવતીને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ ને ઘરેથી પ્રેમી સાથે ભાગી, પછી એવો આવ્યો અંજામ કે જાણીને ચોંકી જશો
યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, એકબીજા વગર રહી ન શકતા તેઓ ઘરેથી ભાગી ગયા હતા. પરંતુ યુવતીને તેના પરિવારજનોએ શોધી કાઢી હતી અને તેને ઘરે પરત લઈ આવ્યા હતા.
અમદાવાદઃ શહેરના મેઘાણીનગરમાં યુવતીની સળગાવી દિધેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ છે. પોલીસે યુવતીની લાશ મળવા મુદ્દે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતીનું પ્રેમપ્રકરણમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પોલીસે યુવતીના પિતા સહિત પરિવારના 6 સભ્યોને ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, એકબીજા વગર રહી ન શકતા તેઓ ઘરેથી ભાગી ગયા હતા. પરંતુ યુવતીને તેના પરિવારજનોએ શોધી કાઢી હતી અને તેને ઘરે પરત લઈ આવ્યા હતા. અહીં પરિવારજનોએ યુવતીને માર માર્યો હતો. આમ, પ્રેમીથી અલગ થયા પછી પરિવારજનોએ માર મારતાં યુવતીએ ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.
બીજી તરફ યુવતીએ આપઘાત કરતાં પરિવારે લાશનો નિકાલ કરતાં યુવતીને સળગાવી દીધી હતી અને લાશનો નિકાલ કરી દીધો હતો. આ લાશ મેઘાણીનગરમાંથી મળી આવતાં પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. તેમજ પોલીસે યુવતીના પિતા સહિત પરિવારજનોની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement