શોધખોળ કરો

Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી

Gandhinagar: ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે.

Gandhinagar: ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ અંગે કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તારિખ ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. ૧,૩૫૬.૬૦ પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.

કોઇપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા રાજ્યભરના ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી પટેલે કહ્યું હતું કે, ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ ૪,૦૦૦ કિ.ગ્રા એટલે કે, ૨૦૦ મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડૂતો આગામી તા. ૧૦ નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. ૪૫૦ કરોડના મૂલ્યની ૯૨,૦૦૦ મેટ્રિક ટન સોયાબીન, રૂ. ૩૭૦ કરોડના મૂલ્યની ૫૦,૯૭૦ મેટ્રિક ટન અડદ અને રૂ. ૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની  ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગફળીનો ટેકાનો ભાવ માટે રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૩૫૬ પ્રતિ મણ), મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૭૩૬ પ્રતિ મણ), અડદનો ટેકાનો ભાવ રૂ. ૭,૪૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિનનો ટેકાનો ભાવ રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૯૭૮ પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો...

જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ 
ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની અસર, રાજકોટમાં મગફળીના ભાવ 1500 થી 1750 રૂપિયા સુધી પહોંચ્યા
Rajkot: સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની અસર, રાજકોટમાં મગફળીના ભાવ 1500 થી 1750 રૂપિયા સુધી પહોંચ્યા
SC Verdict: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, મેડિકલ, ઈજનેરી અને ફાર્મસી કોલેજો ચાલુ અભ્યાસક્રમમાં નહીં વધારી શકે ફી
SC Verdict: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, મેડિકલ, ઈજનેરી અને ફાર્મસી કોલેજો ચાલુ અભ્યાસક્રમમાં નહીં વધારી શકે ફી
Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો
Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો
Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ
Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ
Car Selling: SUV વેચાણમાં Tataની પકડ, Punch બની સૌથી વધુ વેચાતી કાર
Car Selling: SUV વેચાણમાં Tataની પકડ, Punch બની સૌથી વધુ વેચાતી કાર
IPL 2027: કીરોન પોલાર્ડ બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો હેડ કૉચ, MIએ કર્યું એલાન
IPL 2027: કીરોન પોલાર્ડ બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો હેડ કૉચ, MIએ કર્યું એલાન
Digital Jobs: તહેવારોની સિઝનમાં વધી ડિજિટલ જોબ્સની માંગ, દિલ્હી 50% સાથે સૌથી આગળ
Digital Jobs: તહેવારોની સિઝનમાં વધી ડિજિટલ જોબ્સની માંગ, દિલ્હી 50% સાથે સૌથી આગળ
Diwali Party: દિવાળી પાર્ટીમાં સ્ટાર્સનો જલવો, ખુશી કપૂરથી ફાતિમા સના શેખ સુધીએ લૂંટી મહેફિલ
Diwali Party: દિવાળી પાર્ટીમાં સ્ટાર્સનો જલવો, ખુશી કપૂરથી ફાતિમા સના શેખ સુધીએ લૂંટી મહેફિલ
Embed widget