શોધખોળ કરો

Gujarat Election 2022: બુટલેગરો બુથ કેપ્ચરિંગ કરે તેવી આશંકા, આખા અમદાવાદમાં બુટલેગરો ઉતરી પડ્યા – દરિયાપુર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખના નિવેદનથી ખળભળાટ

Gujarat Election 2022: ગ્યાસુદ્દીને લેટરમાં એમ પણ લખ્યું છે કે ,ઈંગ્લીશ દારૂનો વેપાર કરતા તથા જુગારના અડ્ડા ચલાવતાં ગોવિંદ પટેલ મામો- મનપસંદ જીમખાનામાં રાત્રે જુગાર ચલાવી રહ્યા છે

Gujarat Election 2022: સોમવારે અમદાવાદ સહિત 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન યોજાશે. આ પહેલા અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના લેટરની ખળભળાટ મચી ગયો છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું, અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં અસામાજીક તત્વો, બુટલેગરોને ખુલ્લો દોર અપાયો છે. એટલુ જ નહી, ક્રાઈમબ્રાંચના અધિકારીઓ પણ ભાજપને મદદ કરવા મતદારોને ધમકી આપી રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

દરિયાપુર બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે ખુદ ક્રાઈમબ્રાંચના એસપી ભરત પટેલ ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ મતદારોને કૉંગ્રેસને મત ન આપવા ડરાવી-ધમકાવી રહ્યા છે. આ તમામ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે.. એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે ચંદ્રેશ વ્યાસ, કિશોર મારવાડી, લાલા ધોબી, સંજય ઉર્ફે ચીકુ, જીમી પટેલ, નરેશ પટેલ, વાકી બાબુલાલ જૈન, બંદિશ ખત્રી, મુકેશ ચૌહાણ અને નરેશ ઝુલાવાળો આ બધાય બુટલેગરો અને અસામાજીક તત્વો મતદારોને ડરાવી ધમકાવી રહ્યા છે.

Gujarat Election 2022:  બુટલેગરો બુથ કેપ્ચરિંગ કરે તેવી આશંકા, આખા અમદાવાદમાં બુટલેગરો ઉતરી પડ્યા – દરિયાપુર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખના નિવેદનથી ખળભળાટ

ગ્યાસુદ્દીને લેટરમાં એમ પણ લખ્યું છે કે ,ઈંગ્લીશ દારૂનો વેપાર કરતા તથા જુગારના અડ્ડા ચલાવતાં ગોવિંદ પટેલ મામો- મનપસંદ જીમખાનામાં રાત્રે જુગાર ચલાવી રહ્યા છે તથા વીકી બાબુલાલ જૈન વાડીગામ ખાતે ખુલ્લેઆમ સટ્ટાનો અડ્ડો ચલાવે છે. કોંગ્રેસનો પ્રચાર કરવા નીકળેલી મહિલાઓને પણ ધાકધમકી આપવાની ફરિયાદો મને મળી હતી. અનેક ફરિયાદો કરવા છતા આજદિન સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

ભાજપના ઉમેદવારની જાહેરાત તઈ ત્યારથી જ ઘનશ્યામ ઢોલીયો મતદાતાઓને ફોન પર ડરાવી ધમકાવી રહ્યો છે. તેની ધાક ધમકીથી બોગસ મતદાન કરાવવાની યોજના બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની મીટિંગ કરી રહ્યાની માહિતી મળેલ છે.

5 ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન

  • બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
  • પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
  • મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
  • સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
  • અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
  • ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ :  શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Accident: બનાસકાંઠાનાં અમીરગઢમાં રાજસ્થાન એસટી બસ અને બોલેરોની ટક્કરમાં 3નાં મોતHun To Bolish : હું તો બોલીશ : ઈમ્પેક્ટ ફીની નેગેટિવ ઈમ્પેક્ટHun To Bolish : હું તો બોલીશ : ન્યાય કોને, અન્યાય કોને?Ahmedabad News: અમદાવાદમાં હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Champions Trophy 2025: પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર આવ્યું બન્યું
Champions Trophy 2025: પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર આવ્યું બન્યું
Embed widget