(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: ગુજરાતમાં ગુંડાગર્દીનો જવાબ જનતા આપશે, જાણો કેજરીવાલે ભાજપ શું કર્યા પ્રહાર
Gujarat Election 2022: . સોનિયા ગાંધીને વોટ આપશે તો રાહુલ ગાંધીની પ્રગતિ થશે. ભાજપને વોટ આપશો તો અમિત શાહના દીકરાની પ્રગતિ થશે. આ લોકો ગુજરાતની પ્રગતિ જોઈ શકતા નથી. મને આતંકવાદ સાથે સરખાવી રહ્યા છે.
Ahmedabad: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલ સતત રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. આજે તેમણે કહ્યું, ગુજરાતમાં અમે સભા માટે જે સ્થળ માંગીએ ત્યાં કેન્સલ કરાવે છે. ગુજરાતમાં આ ગુંડાગર્દીનોં જવાબ જનતા આપશે. અમારી 12 સભાઓ રદ્દ કરાવાનો પ્રયત્ન કર્યો છે.
મને આતંકવાદ સાથે સરખાવી રહ્યા છે: કેજરીવાલ
આ ઉપરાંત તેમણે કહ્યું, 27 વર્ષ બાદ હવે કંઈક નવું મળશે. સોનિયા ગાંધીને વોટ આપશે તો રાહુલ ગાંધીની પ્રગતિ થશે. ભાજપને વોટ આપશો તો અમિત શાહના દીકરાની પ્રગતિ થશે. આ લોકો ગુજરાતની પ્રગતિ જોઈ શકતા નથી. મને આતંકવાદ સાથે સરખાવી રહ્યા છે.
ભગવંત માને શું કહ્યું
અમદાવાદ આવેલા ભગવંત માને કહ્યું. પંજાબમાં મેડિકલ સેવા સારી મળી રહી છે. 20 હજારથી વધુ લોકોને રોજગારી આપી છે. શિક્ષણ પ્રગતિ ના પંથે છે, હવે ગુજરાતમાં આ તમામ યોજના લાગુ થશે. ઉધોગોમાં વિકાસ થઈ રહ્યો છે. પંજાબમાં જનતાની સરકાર છે, ચંદીગઢ એરપોર્ટનું નામ ભગતસિંહ નામ કરાશે. Pm મોદીએ મન કી બાત મા અમારી રજુઆત સ્વીકારી છે હું આભાર માનુ છું.
ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નિર્ણાયક મુકાબલો, જાણો કેવી રહેશે પિચ અને પ્લેઇંગ 11
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો (IND vs AUS) આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટકરાશે. ત્રણ મેચોની T20 શ્રેણીની આ છેલ્લી મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. બંને ટીમો હાલમાં સિરીઝમાં 1-1થી બરોબરી પર છે, તેથી હૈદરાબાદમાં યોજાનારી આ મેચના પરિણામ દ્વારા જ સિરીઝનો વિજેતા જાહેર કરવામાં આવશે.
આ શ્રેણીની પ્રથમ મેચ ભારતીય ટીમ હારી ગઈ હતી. મોહાલીમાં ભારતીય ટીમ 208 રનના વિશાળ સ્કોરને પણ બચાવી શકી ન હતી. જો કે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. શ્રેણીની આ બીજી મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી, જેમાં માત્ર 8-8 ઓવર જ રમાઈ હતી. ભારતે અહીં છેલ્લી ઓવરમાં 6 વિકેટે જીત મેળવી હતી.
હેડ ટુ હેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 25 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. તેમાં ભારતનો હાથ ઉપર છે. ભારતે 14 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાને 10 મેચ મળી છે. એક મેચ અનિર્ણિત છે.
પિચ મિજાજઃ હૈદરાબાદમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ T20I મેચ થઈ નથી. જો કે આ પહેલા ટી20 મેચોમાં અહીં સારા રન બનાવ્યા છે. આ વખતે પણ અહીં ઘણા રન મળવાની સંભાવના છે. પિચ પર ઘાસ નથી, તેથી બોલરોને અહીં રન રોકવામાં મુશ્કેલી પડી શકે છે.
ટીમ ઈન્ડિયા સંભવિત પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા સંભવિત પ્લેઈંગ-11: એરોન ફિન્ચ (કેપ્ટન), જોસ ઈંગ્લિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (wk), ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, જોસ હેઝલવુડ, નાથન એલિસ.