શોધખોળ કરો
ગુજરાત પેટાચૂંટણીઃ આજે કોંગ્રેસના ઉમેદવારો ભરશે ફોર્મ, કઈ બેઠક પર કયા કયા દિગ્ગજો રહેશે હાજર?
આજે તમામ 8 ઉમેદવારો ફોર્મ ભરે તેવી શક્યતા છે. આ સમયે સ્થાનિક આગેવાનો અને જિલ્લા - તાલુકા પંચાયતના હોદ્દેદારો પણ હાજર રહેશે.

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. મોરબી બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોત-પોતોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસ ફક્ત લીંબડી બેઠક પર હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાના છે. ઉમેદવારોની સાથે પ્રદેશના નેતાઓ ફોર્મ ભરતી વખતે હાજર રહેશે. આજે તમામ 8 ઉમેદવારો ફોર્મ ભરે તેવી શક્યતા છે. આ સમયે સ્થાનિક આગેવાનો અને જિલ્લા - તાલુકા પંચાયતના હોદ્દેદારો પણ હાજર રહેશે. કઈ બેઠક પર કોણ કોણ રહેશે હાજર? અબડાસા : સીજે ચાવડા સાગર રાયકા ગુલામહુશેન રાઉમાં મોરબી : અર્જુન મોઢવાડીયા વિક્રમ માંડમ લલિત કગથરા લલિત વસોયા રઘુ દેસાઈ ધારી : પરેશ ધાનાણી પુંજા વંશ ગઢડા : શૈલેષ પરમાર વીરજી ઠુંમર લીંબડી : જગદીશ ઠાકોર હાર્દિક પટેલ લાખા ભરવાડ કરજણ : નારણ રાઠવા જયરાજસિંહ પરમાર લાલજી દેસાઈ કપરાડા : ડો તુષાર ચૌધરી કિશન પટેલ ડાંગ : ગૌરવ પંડ્યા આનંદ ચૌધરી અનંત પટેલ
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ધર્મ-જ્યોતિષ





















