શોધખોળ કરો

GST કલેક્શનમાં ગુજરાતે અનેક મોટા રાજ્યોને છોડ્યા પાછળ, જાણો એપ્રિલ મહિનાનો આંકડોન

ગાંધીનગર: ગુજરાતે ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ સાથે એપ્રિલ 2024ની સરખામણીએ 13 ટકાના ગ્રોથ સાથે દમદાર પ્રદર્શન કર્યું.

ગાંધીનગર: એપ્રિલમાં ભારતનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વધીને રેકોર્ડ રૂ. 2.37 લાખ કરોડ થયો, જે ગયા વર્ષના સમાન મહિનામાં રૂ. 2.10 લાખ કરોડથી 12.6 ટકા વધુ છે. ગુરુવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, એપ્રિલ 2024માં GST આવક રૂ. 2.10 લાખ કરોડ રહી હતી, જે 1 જુલાઈ, 2017ના રોજ નવી કર વ્યવસ્થા અમલમાં આવ્યા પછીનો બીજો સૌથી મોટો સંગ્રહ છે. આ વર્ષે એપ્રિલમાં સ્થાનિક વ્યવહારોમાંથી GST વસૂલાત 10.7 ટકા વધીને રૂ. 1.9 લાખ કરોડ થઈ છે, જ્યારે આયાતી માલમાંથી આવક 20.8 ટકા વધીને રૂ. 46,913 કરોડ થઈ છે.

ગુજરાતમાં રેકોર્ડબ્રેક કલેક્શન

નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા છેલ્લા સત્તાવાર આંકડા મુજબ, એપ્રિલ 2025માં ગુજરાતની GST વસૂલાત વાર્ષિક ધોરણે 13 ટકાના ગ્રોથ સાથે ₹14,970 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. આ માત્ર રાજ્યની મજબૂત બની રહેલી આર્થિક પ્રવૃત્તિઓને જ દર્શાવતું નથી, પણ રાજ્ય સરકારની વ્યવસાયો માટેની અનુકૂળ નીતિઓ અને કાર્યક્રમોની સફળતાનું પ્રતિબિંબ પણ છે. આ આંકડા ભારતના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને પણ દર્શાવે છે.

‘વિકસિત ગુજરાત@2047’ના રોડમૅપ દ્વારા સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’માં ટોપ અચીવર બનવાથી લઇને સ્ટાર્ટઅપ રેંકિંગમાં બેસ્ટ પર્ફોર્મરનો ખિતાબ પ્રાપ્ત કરનાર ગુજરાત આજે વૈશ્વિક વ્યાપાર પરિદૃશ્યમાં એક ચમકતો તારો બનીને ઉભરી આવ્યું છે.

ગુજરાતે ₹14,970 કરોડનું રેકોર્ડ GST કલેક્શન કર્યું
એપ્રિલ 2025માં ગુજરાતનું GST કલેક્શન ₹14,970 કરોડ રહ્યું છે, જે એપ્રિલ 2024ના ₹13,301 કરોડની સરખામણીએ 13 ટકાનો વધારો દર્શાવે છે. GST કલેક્શનના મામલે ગુજરાત મહારાષ્ટ્ર (₹41,645 કરોડ) અને કર્ણાટક (₹17,815 કરોડ) પછી દેશમાં ત્રીજા ક્રમે છે. જોકે, GST કલેક્શનના ગ્રોથની દ્રષ્ટિએ જોઇએ તો એપ્રિલ 2024માં મહારાષ્ટ્રનો ગ્રોથ 13 ટકા હતો, જે એપ્રિલ 2025માં ઘટીને 11 ટકા થયો છે. જ્યારે ગુજરાતે 13 ટકાનો પોતાનો ગ્રોથ જાળવી રાખ્યો છે. એટલું જ નહીં, નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાતે GSTમાંથી ₹73,281 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જે નાણાંકીય વર્ષ 2023-24ના ₹64,133 કરોડની સરખામણીએ 14 ટકાનો વધારો દર્શાવે છે.

GST કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતા આગળ
ગુજરાતે ₹14,970 કરોડનું રેકોર્ડ GST કલેક્શન કરીને તમિલનાડુ (₹13,831 કરોડ), મધ્યપ્રદેશ (₹5,302 કરોડ), પશ્ચિમ બંગાળ (₹8,188 કરોડ), રાજસ્થાન (₹6,228 કરોડ), ઉત્તરપ્રદેશ (₹13,600 કરોડ), પંજાબ (₹3,104 કરોડ), હરિયાણા (₹14,057 કરોડ) અને બિહાર (₹2,290 કરોડ) જેવા અનેક રાજ્યો કરતા આગળ રહ્યું છે.

નાના અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશમાં 66 ટકા, નાગાલેન્ડમાં 42 ટકા અને મેઘાલયમાં 50 ટકાનો ગ્રોથ થયો છે, જ્યારે લક્ષદ્વીપે 287 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે ભારત સરકારે એપ્રિલ 2025માં ₹2,36,716 કરોડની રેકોર્ડ GST આવક પ્રાપ્ત કરી છે, જે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ 12.6 ટકા વધુ છે. આ રીતે ગુજરાતનો GST વસૂલાતનો ગ્રોથ રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ છે.

ઔદ્યોગિક અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓનું યોગદાન
GST કલેક્શન દેશની આર્થિક તંદુરસ્તીનું એક મહત્વપૂર્ણ ઇન્ડીકેટર બની ગયું છે, જે સરકારની આવકમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ગુજરાતે ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ, ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં ઝડપી સુધારા અને અસરકારક કર વસૂલાત પ્રણાલી ઉપરાંત ઘરેલું વપરાશ અને ઉત્પાદનમાં તેજી જેવી મજબૂત આર્થિક પ્રવૃત્તિઓના આધારે GST આવકમાં નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ દર્શાવે છે કે ગુજરાત 'વિકસિત ભારત'ના નિર્માણમાં યોગદાન આપવા માટે દૃઢ પ્રતિબદ્ધતાથી આગળ વધી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Embed widget