શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના નામને લઈ તામ્રધ્વજ સાહુએ કોંગ્રેસના નેતાઓને શું આપી કડક સૂચના?
આગામી ચૂંટણીઓને લઈ તામ્રધ્વજ સાહુએ નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી ચૂંટણી નિરીક્ષક તામ્રધ્વજ સાહુએ કોંગ્રેસના નેતાઓને કડક સૂચના આપી છે.
અમદાવાદઃ કોંગ્રેસ હાઈકમાન્ડે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિરીક્ષક તરીકે નિમેલા તામ્રધ્વજ સાહુ અત્યારે ગુજરાતમાં આવેલા છે. સાહુની આગેવાનીમાં કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાતના તમામ જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સાથે તામ્રધ્વજ સાહુએ બેઠક યોજી હતી. બેઠકમાં આગામી ચૂંટણીઓને લઈ તામ્રધ્વજ સાહુએ નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી ચૂંટણી નિરીક્ષક તામ્રધ્વજ સાહુએ કોંગ્રેસના નેતાઓને કડક સૂચના આપી છે.
તેમણે સૂચનાની અમલવારીનો રિપોર્ટ તૈયાર રાખવા પણ જણાવ્યું હતું. સ્થાનિક કક્ષાએથી આવેલા નામો જ ઉમેદવાર તરીકે રાખવા સૂચના આપી છે. ઉમેદવારોના નામો અંગે નેતાઓએ દખલગીરી ન કરવા સૂચના પણ આપી છે. નેતાઓએ કોઈ નામ ઠોકી ન બેસાડવા પણ નિરીક્ષકની સૂચના છે.
જીતે એવા અને જાતિગત સમીકરણને આધારે ઉમેદવાર નક્કી કરવા સૂચના સ્પષ્ટ સૂચના આપી છે. બે કે ત્રણ દિવસ બાદ ફરી ગુજરાત આવીને સાહુ સૂચનાની અમલવારીની સમીક્ષા કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement