(Source: ECI/ABP News/ABP Majha)
Hardik Patel: કોંગ્રેસના કયા કદ્દાવર નેતાએ પોતાને નાનો કાર્યકર ગણાવી હાર્દિકને ગણાવ્યો મોટો નેતા, જાણો વિગત
Gujarat Congress: ભરતસિંહ સોલંકીએ કહ્યું, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે કોંગ્રેસના નેતાઓ આવશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આવશે.
Hardik Patel News: પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ નિવેદન બાજી કરનારા હાર્દિક પટેલ પર ભરતસિંહ સોલંકીએ વ્યંગ કર્યો છે. તેમણે પોતાને નાનો કાર્યકર ગણાવી હાર્દિકને મોટો નેતા ગણાવ્યો છે. ઉપરાંત હાર્દિક મુદ્દે પક્ષના હાઈકમાંડ નિર્ણય કરશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું, હાર્દિક પટેલ અંગે મને કરતાં હાર્દિકને પૂછો તે યોગ્ય રહેશે. અમારી પાર્ટી સક્ષમ છે. જ્યારે જે નિર્ણય લેવા પડશે તે સમય પ્રમાણે નિર્ણય લેવાશે. કોંગ્રેસના બંધારણ પ્રમાણે નેતૃત્વ કરશે.
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું, ચિંતન શિબિરમાં મુખ્ય છ મુદ્દાઓ પર ચર્ચા થઈ. ગુજરાતની ચૂંટણી અને 20224ની લોકસભાની ચૂંટણીની ચર્ચા થઈ છે. ગુજરાતે દેશને તમામ બાબતે નેતૃત્વ પૂરું પાડ્યું છે. આજે દેશમાં ગુજરતાનું નેતૃત્વ પૂરું પાડવાનું કામ ચાલી રહ્યું છે.
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંક ગાંધી
ભરતસિંહ સોલંકીએ કહ્યું, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે કોંગ્રેસના નેતાઓ આવશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આવશે. રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી અને મંત્રીઓ પણ પ્રચાર માટે આવશે. કેન્દ્રના આગેવાનો ગુજરાતના આગેવાનો સાથે મળીને ચૂંટણી લડશે.
કોને ટિકિટ આપવામાં આવશે
ભરતસિંહ સોલંકીએ કહ્યું, સમયના બદલાવ મુજબ કોંગ્રેસમાં પરિવર્તન લાવવામાં આવશે. સંગઠન અને ચૂંટણીમાં 50 ટકા લોકો 50 વર્ષથી નીચેના હોય તેવા લોકોને તક આપવામાં આવશે. કોંગ્રેસમાં એક પરિવાર એક ટિકિટની શરૂઆત ગુજરાતથી થશે.
આ પણ વાંચોઃ
Kesar Mango: કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલામાં ઉત્પાદન ઘટવાનો અંદાજ, જાણો 10 કિલોનો શું છે ભાવ
Ahmedabad: SG હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર-એક્ટિવાની ટક્કરમાં વિદ્યાર્થીનું કરૂણ મોત
Cotton Price: ખેડૂતો માટે ખુશીના સમાચાર, કપાસના ભાવ ઓલ ટાઈમ હાઈ
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં સતત થઈ રહ્યો છે ઘટાડો, જાણો આજની શું છે સ્થિતિ