(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજે કેટલા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 9 કેસ નોંધાયા છે. વડોદરામાં 6 અને સુરતમાં 5 કેસ નોંધાયા.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણમાં (Gujarat Corona Cases) સતત ઘટાડો થઇ રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં 41 નવા કેસ નોંધાયા છે જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. જોકે ગઈકાલની સરખામણીએ કેસમાં 10નો વધારો થયો છે. રાજ્યના તમામ જિલ્લામાં ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ (Corona Cases) નોંધાયો નથી.
રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ
ગુજરાતમાં હાલ 679 એક્ટિવ કેસ (Active Cases) છે જ્યારે 8 દર્દી વેન્ટિલેટર (Ventilator) પર છે. રાજ્યમાં ડાંગ, પાટણ, નર્મદા એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૯, સુરતમાંથી 5, વડોદરામાંથી 6, રાજકોટ કોર્પોરેશનમાં 3, ભરૂચ, દેવભૂમિ દ્વારપકા, નવસારી, વલસાડમાં 2-2 તથા આણંદ, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહેસાણા, વડોદરામાં ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.
ક્યાં ન નોંધાયો એક પણ કેસ
છેલ્લા ૨૪ કલાકમાં જ્યાં એકપણ નવો કેસ નોંધાયો નથી તેમાં અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભાનવગર, બોટાદ, છોટા ઉદેપુર, અમદાવાદ, ડાંગ, ગાંધીનગર, જામનગર, કચ્છ, મહીસારગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
કેટલો છે રિકવરી રેટ
કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૭૪ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ 71 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,13,583 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.69% છે.
દેશમાં શું છ કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38,792 કેસ આવ્યા છે. જ્યારે 624 લોકોના મોત થયા હતા અને 41,000 દર્દી સાજા થયા હતા. દેશમાં કુલ રસીકરણનો આંકડો 38,76,97,935 પર પહોંચ્યો છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 37,14,441 ડોઝ આપવામાં આવ્યા હતા.
- કુલ કેસઃ 3,09,46,074
- કુલ રિકવરીઃ 3,01,04,720
- એક્ટિવ કેસઃ 4,29,946
- કુલ મૃત્યુઆંકઃ 4,11,408