Gujarat Corona Third Wave : ગુજરાતમાં ત્રીજી લહેરનો શરૂઆતી તબક્કો ચાલુ, કોણે કરી આ જાહેરાત?
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરનો શરૂઆતી તબક્કો ચાલુ થઈ ગઈ હોવાનું IMAએ જણાવ્યું હતું. IMA પ્રમાણે, શરૂઆતી તબક્કા સાથે કમ્યુનિટી સ્પ્રેડનો તબક્કો શરૂ થયો છે.
અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે IMAના હોદેદારોની આરોગ્યવિભાગ સાથે બેઠક. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરનો શરૂઆતી તબક્કો ચાલુ થઈ ગઈ હોવાનું IMAએ જણાવ્યું હતું. IMA પ્રમાણે, શરૂઆતી તબક્કા સાથે કમ્યુનિટી સ્પ્રેડનો તબક્કો શરૂ થયો છે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆત સુધી આ સ્થિતિ રહેવાનું IMAનું અનુમાન છે.
કમુરતા બાદ પણ લગ્નના કારણે સંક્રમણ વધુ ફેલાવવાનું IMAનું અનુમાન છે. કેન્દ્રીય મંત્રીને જિલ્લા અને ગ્રામ્ય સ્તરે સંપર્ક વધુ મજબૂત બનાવવા IMAનું સૂચન કરાયું છે. પ્રશાસન અને તબીબો એકસાથે મળીને લડત આપશે તો આરોગ્ય વ્યવસ્થા ઉપર માઠી અસર નહિ પડે. આજે મળનારી બેઠકમાં પણ સરકાર અને તબીબો વચ્ચે સંકલન સાધીને હોમ આઇસોલેટ દર્દીઓ અંગે કરાશે ચર્ચા. દર્દીઓને ઘેર રહીને સાંત્વના આપી શકાય તે માટે કેન્દ્ર સરકાર પણ હકારાત્મક જણાઈ છે, તેમ IMA સેક્રેટરીએ ઉમેર્યું હતું.
રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7476 કેસ નોંધાયા છે. બીજી તરફ 2704 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,28,406 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા. આજે 3,30,074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2861, સુરત કોર્પોરેશનમાં 1988, વડોદરા કોર્પોરેશનમાં 551, રાજકોટ કોર્પોરેશનમાં 244, વલસાડ 189, ભાવનગર કોર્પોરેશન 136, સુરત 136, ગાંધીનગર કોર્પોરેશન 135, કચ્છ 121, મહેસાણા 108, ભરુચ 92, આણંદ 88, જામનગર કોર્પોરેશનમાં 82, રાજકોટ 75, ખેડા 71, નવસારી 69, મોરબી 57, સાબરકાંઠા 56, વડોદરા 55, ગાંધીનગર 47, જામનગર 47, અમદાવાદ 42, સુરેન્દ્રનગર 42, પંચમહાલ 24, જૂનાગઢ કોર્પોરેશન 23, અમરેલી 21, બનાસકાંઠા 21, મહીસાગર 20, ગીર સોમનાથ 19, ભાવનગર 16, દેવભૂમિ દ્વારકા 15, દાહોદ 9, નર્મદા 5, અરવલ્લી 3, જૂનાગઢ 3, તાપી 3, ડાંગ 1, પોરબંદર 1 કેસ નોંધાયા છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 37238 કેસ છે. જે પૈકી 34 વેન્ટીલેટર પર છે, જ્યારે 37204 નાગરિકો સ્ટેબલ છે. 828406 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10132 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 3 મૃત્યુ થયા. વલસાડમાં 1, સુરતમાં 1 અને પોરબંદરમાં 1 મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 38 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 623 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 10691 લોકોને પ્રથમ અને 24532 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 55338 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 68069 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 41611 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 129172 લોકોને અપાયો છે. આજે કુલ 3,30,074 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,38,31,668 લોકોને રસી અપાઈ છે.