શોધખોળ કરો

વલસાડમાં સતત બીજા દિવસે નોંધાયા કોરોનાના 6 કેસ, ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ વલસાડમાં

અત્યારે ગુજરાતમાં કોરોનાના કુલ 165 એક્ટિવ કેસો છે. જેમાં સૌથી વધુ 47 એક્ટિવ કેસો વલસાડમાં છે. આ પછી અમદાવાદમાં 29, સુરતમાં 24, વડોદરા અને નવસારીમાં 15-15 એક્ટિવ કેસો છે.

અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે ફરી એકવાર 20થી વધુ કોરોનાના કેસો આવ્યા છે. ગઈ કાલે 25 કેસો આવ્યા હતા, જેમાંથી સૌથી વધુ વલસાડમાં 6 કેસ નોંધાયા હતા. તેના આગલા દિવસે પણ વલસાડમાં કોરોનાના 6 કેસ નોંધાયા હતા. અત્યારે ગુજરાતમાં કોરોનાના કુલ 165 એક્ટિવ કેસો છે. જેમાં સૌથી વધુ 47 એક્ટિવ કેસો વલસાડમાં છે. આ પછી અમદાવાદમાં 29, સુરતમાં 24, વડોદરા અને નવસારીમાં 15-15 એક્ટિવ કેસો છે. તો 19 જિલ્લા તો એવા છે જ્યાં એક પણ એક્ટિવ કેસ નથી. તેમજ બાકીના જિલ્લામાં સિંગલ ડિઝિટમાં એક્ટિવ કેસ રહ્યા છે. 

ગુજરાતમાં કોરોનાના નવા 25  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,126 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  3,21,028 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 6, અમદાવાદ કોર્પોરેશનમાં 4, નવસારી 4, સુરત 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ભાવનગર 1 અને જૂનાગઢમાં  1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 165 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 159 નાગરિકો સ્ટેબલ છે. 8,16,126 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10087 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.   ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 6, અમદાવાદ કોર્પોરેશનમાં 4, નવસારી 4, સુરત 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ભાવનગર 1 અને જૂનાગઢમાં  1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 5 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1798 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 18407 નાગરિકોને રસીનો પ્રથમ અને 70037 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 52665 નાગરિકોને રસીનો પ્રથમ અને 178116 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,21,028 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,83,21,998 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદવાદ, અમરેલી,આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા,    સુરેન્દ્રનગર, તાપી,  વડોદરા  અને વડોદરા કોર્પોરેશનમાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget