![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Election 2022 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈને શું આવ્યા મોટા સમાચાર? ક્યારે થશે ઉમેદવારોની જાહેરાત?
મિશન 2022 માટે દિલ્હીમાં કોંગ્રેસના મંથનનો આજે અંતિમ દિવસ છે. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા આજે ફરી સ્ક્રીનીંગ કમિટીની બેઠક શરૂ થઈ છે. આજે સાંજે સ્ક્રીનીંગ કમિટીની બેઠક પૂર્ણ થશે.
![Gujarat Election 2022 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈને શું આવ્યા મોટા સમાચાર? ક્યારે થશે ઉમેદવારોની જાહેરાત? Gujarat Election 2022 Congress may declare candidate list after 26th October 2022 Gujarat Election 2022 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈને શું આવ્યા મોટા સમાચાર? ક્યારે થશે ઉમેદવારોની જાહેરાત?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/21/f629f72af687b6f5f6a31fb9d0d0b57f166632968951673_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Assembly Elections: મિશન 2022 માટે દિલ્હીમાં કોંગ્રેસના મંથનનો આજે અંતિમ દિવસ છે. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા આજે ફરી સ્ક્રીનીંગ કમિટીની બેઠક શરૂ થઈ છે. આજે સાંજે સ્ક્રીનીંગ કમિટીની બેઠક પૂર્ણ થશે. બેઠક મુજબ નક્કી કરાયેલી પેનલનું ડોકેટ CEC માટે તૈયાર કરાશે. 26મી ઓકટોબરે દિલ્હીમાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળશે.
CECની બેઠકમાં નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેશે. 26મીએ મળનારી CECની બેઠકમાં ઉમેદવારો પર આખરી મોહર લાગશે. આ પછી ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. આજે રાત્રે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીથી પરત ફરશે. આ જોતા દિવાળી પછી ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ શકે છે.
Gujarat Assembly Elections: મિશન 2022ની તડજોડની રાજનીતિમાં કોંગ્રેસે ભાજપને વળતો જવાબ આપ્યો છે. કોળી સમાજનાં ભાજપના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડા કોંગ્રેસમાં જોડાયા છે. પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસ કાર્યલય ખાતે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તમને જણાવી દઈએ કે, ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચૂકયા છે મનુભાઈ ચાવડા. મનુભાઈ ચાવડા ઠાકોર કોળી વિકાસ નિગમના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. હાલ અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્ટ્રીય મહામંત્રી છે. આ ઉપરાંત ભાજપમાં પ્રદેશના અનેક હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. એસ.સી.એસ.ટી., ઓ.બી.સી.(sso) મહાસંઘના પ્રદેશ પ્રમુખ પણ છે. નોંધનિય છે કે, રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના સંયોજક હતા મનુભાઈ ચાવડા.
કોંગ્રેસમાંથી કઈ બેઠક પરથી કોને મળી શકે છે ટિકિટ?
મિશન 2022ના કોંગ્રેસના સંભવિત ઉમેદવારની યાદી abp અસ્મિતા પર આવી છે. સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં જે નામ અંગે થશે ચર્ચા થઈ તે નામ abp અસ્મિતા પાસે આવ્યો છે. સૌરાષ્ટ્રની બેઠકોના સંભવિત ઉમેદવારોની યાદી સૌપહેલા abp અસ્મિતા પર છે.
માણાવદર
અરવિંદ લાડાણી
હરિભાઈ પટેલ
અબડાસા
રામદેવસિંહ જાડેજા
મોહમ્મદ જત
રાજેશ આહીર
અર્જુન ભૂડીયા
રાજેન્દ્રસિંહ જાડેજા
રચના નાંદાણીયા
કરણદેવસિંહ જાડેજા
ભાવનગર વેસ્ટ
બળદેવ સોલંકી
રાજુ સોલંકી
કે કે ગોહિલ
ભાવનગર ઇસ્ટ
નીતા રાઠોડ
જીતુ ઉપાધ્યાય
પાલીતાણા
પ્રવીણ રાઠોડ
મહુવા
કનુભાઈ કળસરિયા
રાજ મહેતા
પોરબંદર
અર્જુન મોઢવાડિયા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)