Gujarat Election : વિધાનસભાની ચૂંટણી પહેલા જ અમદાવાદ કોંગ્રેસમાં ભડકો, જાણો શું છે કારણ?
વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસ શહેર સમિતિને ઝટકો લાગ્યો છે. શહેરના નવા ઉપપ્રમુખોની યાદી જાહેર થતા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો થયો છે.
Gujarat Election : વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસ શહેર સમિતિને ઝટકો લાગ્યો છે. શહેરના નવા ઉપપ્રમુખોની યાદી જાહેર થતા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો થયો છે. અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ રાજીનામાં ધરી દીધા છે. શહેર પ્રમુખ નીરવ બક્ષી અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામાં મોકલ્યા છે. ગોમતીપુર વોર્ડના હોદેદારોએ રાજીનામાં ધરી દીધા છે.
મોહમ્મદજીલાની શેખનું રાજીનામું
ઐયુબખાન પઠાણનું રાજીનામું
દીપકભાઈ પરમારનું રાજીનામું
મોહમ્મદગ્યાસ શેખનું રાજીનામું
શેખ ખુરશીદએહમદનું રાજીનામું
Congress President Election: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સામેલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મલ્લિકાર્જુન ખડગે ગાંધી પરિવારના સમર્થનથી શુક્રવારે (30 સપ્ટેમ્બર) કોગ્રેસના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર પણ શુક્રવારે જ ઉમેદવારી પત્ર ભરવાના છે.
કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ગુરુવારે કોંગ્રેસના જી-23 કેમ્પના નેતાઓએ પણ બેઠક યોજી હતી. આ બેઠક આનંદ શર્માના નિવાસસ્થાને થઈ હતી. આ બેઠકમાં મનીષ તિવારી, પૃથ્વીરાજ ચવ્હાણ, ભૂપેન્દ્ર હુડ્ડા સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા. સૂત્રોનું કહેવું છે કે જી-23 ગ્રુપ પ્રમુખ પદ માટે ઉમેદવારો પણ ઉતારી શકે છે. શુક્રવારે G-23 જૂથે બીજી બેઠક બોલાવી છે.
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી રસપ્રદ બની
શશિ થરૂર, દિગ્વિજય સિંહ બાદ હવે G-23 કેમ્પ પણ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની ચર્ચા કરી રહી છે. સાથે જ મલ્લિકાર્જુન ખડગે પણ ગાંધી પરિવારની પસંદગી તરીકે ચૂંટણીમાં ઉતરી શકે છે. કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી રસપ્રદ બની છે. પાર્ટીના વરિષ્ઠ નેતાના નજીકના સૂત્રએ પહેલેથી જ સંકેત આપ્યા હતા કે મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી લડશે. સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જો કહેશે તો પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અખિલ ભારતીય કોગ્રેસ કમિટીના અધ્યક્ષ પદની ચૂંટણી લડશે.
આ નામ ઘણા દિવસોથી ચર્ચામાં હતું
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને નેહરુ-ગાંધી પરિવારના નજીકના વ્યક્તિ મનાતા ખડગેનું નામ 17 ઓક્ટોબરે યોજાનારી AICC અધ્યક્ષની ચૂંટણી માટે ઘણા દિવસોથી ચર્ચામા છે. આ ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. રાજ્યસભામાં વિપક્ષના નેતાના નજીકના સહયોગીએ કહ્યું હતું કે ખડગેએ સોનિયા ગાંધીને કહ્યું છે કે પાર્ટી જે પણ નિર્ણય લેશે તે તેનું પાલન કરશે. તેઓ પાર્ટી (સોનિયા ગાંધી) કહેશે તેવું કરશે.
30 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે
80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગેના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર અને CPI(M) ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી જેવા વિપક્ષી નેતાઓ સાથે સારા સંબંધો છે, જેનો તેમને ફાયદો થશે. હિન્દીભાષી વિસ્તારોમાં પણ લોકો તેને પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે શુક્રવાર (30 સપ્ટેમ્બર) સુધીમાં નામાંકન ભરવામાં આવશે. 8 ઓક્ટોબર સુધીમાં નામ પરત ખેંચી શકાશે. 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.