Gujarat Election : અમદાવાદમાં ભાજપના યુવા નેતા પર AAPના કાર્યકરો દ્વારા હુમલો, ખસેડાયા હોસ્પિટલમાં
અમદાવાદના ભાજપ ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.
Gujarat Election : અમદાવાદના ભાજપ ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે સવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના કાર્યકર્તા પવન તોમરના ઘર નજીક રાઉન્ડ પર આવ્યા હોવાની માહિતી મળી રહી છે. વોર્ડના નાગરિકોને ઉશ્કેરતા હોવાના ભાજપના આક્ષેપ છે.
ભાજપના કાર્યકર્તા પવન તોમરે આમ આદમી પાર્ટીના કાર્યકરોને મનાઈ કરતા હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. પવન તોમરના કાર્યાલય ઉપર જઈને હુમલો કર્યો. પવન તોમરને શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભાજપ નેતાને છરીના ઘા મારતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુવા નેતાના કાર્યકરો પણ હોસ્પિટલમા હાજર છે. અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ પણ હોસ્પિટલ પહોંચ્યા છે.
ભાજપના પ્રવક્તા ડો. યજ્ઞેળ દવેએ જણાવ્યું હતું કે, તમારા માધ્યમથી આ સમાચાર જાણ્યા. પ્રશાંત કોરાટ પણ ત્યાં પહોંચ્યા છે. આપ હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે. આપના સાહિલ ઠોકોરે ભાજપના પવન તોમર પર છરીથી હુમલો કર્યો છે. ગુજરાત એક શાંત રાજ્ય રહ્યું છે. આ તદ્દન ગેરવ્યાજબી છે. આ ગુજરાતની પરંપરા નથી. એ રાજ્યને બદનામ કરવા માટે આવા લોકો મેદાનમાં પડ્યા છે. ગુજરાતને બદનામ કરવા માટે આવી રાજનીતિ રમાઇ રહી છે.
ગુજરાતમાં કેજરીવાલની મોટી જાહેરાતઃ ભ્રષ્ટાચાર કરશે તો સીધો જેલ જશે, અમારો હશે તો એને પણ જેલમાં મોકલી દઇશું.
અમદાવાદઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પત્રકાર પરીષદ સંબોધી હતી. તેમણે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે, બધા લોકોને નમસ્કાર. હું ઘણા મહિનાથી ગુજરાતમાં ફરી રહ્યો છું. લોકોને મળી રહ્યો છે. વકીલોને મળ્યા, વેપારીઓને મળ્યા, ખેડૂતોને મળ્યા. રિક્ષા ડ્રાઇવરોને મળ્યા. બધા કહે છે, ગુજરાતમાં એટલો ભ્રષ્ટાચાર છે કે, કોઈ પણ વિભાગમાં કામ કરાવવું હોય તો પૈસા વગર કામ થતું નથી.
કેજરીવાલે મેઘા પાટકર મુદ્દે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું, ભાજપ બેકડોરથી સોનિયા ગાંધીને pm બનાવવા માંગે છે. એટલે કે આ વાતમાં કોઈ વજૂદ નથી. ગુજરાતમાં રિમોટથી સરકાર ચાલે છે, મુખ્યપ્રધાન બદલાયા રાખે છે. ફ્રીનું આપવાથી કોઈ આળસુ થતું નથી. દરેક વ્યક્તિ તરક્કી ઈચ્છે છે. નેતાઓના મફતીયાઓ મફતનું લઈને અરબોપતિ બની ગઈ.
અમિત શાહના સ્ટેટમેન્ટ મુદ્દે કહ્યું કે, ભાજપ સપના બતાવે છે તેની પર ભરોસો ના કરો. જે સુવિધા મેં બીજા સ્ટેટમા આપી ,છે તેવી જ અહીં આપીશ. તેમણે કહ્યું કે, તેમની સામે કંઈ બોલો તો ડરાવવા પહોંચી જાય છે. રેડની ધમકી આપે છે. ધંધો બંધ કરાવી દેવાની અને બરબાદ કરાવી દેવાની ધમકી આપી છે. આજે અમે ગેરન્ટી આપીએ છીએ કે, આપની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત અને ભયમુક્ત શાસન આપીશું.