શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના આ મહિલા નેતાને લાગી લોટરી, ભાજપને બહુમતી મળી છતાં બનશે જિલ્લા પંચાયત પ્રમુખ, જાણો શું છે કારણ ?
અમદાવાદની શાહપુર બેઠક પરથી પારુબેન અંબારામભાઇ પઢારને 9018 મત મળ્યા હતા.
અમદાવાદઃ રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભગવો લહેરાયો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે. જોકે, અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થવા છતા જિલ્લા પંચાયતના પ્રમુખ કોંગ્રેસના બનશે. કારણ કે, આ વખતે અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ મહિલા એસટી પદનું છે. ભાજપના કોઈ એસટી મહિલા ઉમેદવાર જીત્યા ન હોવાથી કોંગ્રેસના પારુલબેન પ્રમુખ બનશે.
અમદાવાદની શાહપુર બેઠક પરથી પારુબેન અંબારામભાઇ પઢારને 9018 મત મળ્યા હતા. અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 3 બેઠક બિન હરીફ થઇ હતી. જ્યારે 27 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આમ માત્ર ગલસાણાં, માણકોલ, શાહપુર અને વિરોચનનગર બેઠકમાં કોંગ્રેસની જીત થઈ છે.
2015ની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 16 ભાજપને જ્યારે કોંગ્રેસને 17 બેઠક મળી હતી. એક બેઠક બિન હરીફ રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement