શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારના કયા મંત્રીએ કાર્યકરો-હોદ્દેદારોને તતડાવી નાંખ્યાઃ 'અમારા પાટીદારો જેવું ન થાય......'
સમાજના નામે ભાગલા ન કરો, અમારા પાટીદારમાં થયું તે સતવારા સમાજમાં ન થવું જોઈએ.
બોટાદઃ આગામી 28મી ફેબ્રુઆરીએ બોટાદ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ટીકિટ ન મળવાથી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના અસંતોષને લઈને ઉર્જામંત્રી સૌરભ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. બુધવારે બોટાદના તુરખા રોડ પર યોજાયેલી સભામાં નિવેદન આપ્યું હતું.
ચાર ચાર વાર તમે પાર્ટીમાં હોદ્દા લીધા અને અત્યારે તમને ટીકીટ ન મળી એટલે અન્યાય દેખાય છે. જ્યારે હોદ્દા પર હતા ત્યારે કહેવું હતું કે સમાજને અન્યાય થાય છે. સમાજના નામે ભાગલા ન કરો અમારા પાટીદારમાં થયું તે સતવારા સમાજમાં ન થવું જોઈએ. વર્ષોથી વિચારધારા ભાજપની અને તમને ટીકીટ ન મળી એટલે તમે કોંગ્રેસી આ કેવા પ્રકારની નીતિ.
તેમણે કહ્યું હતું કે, સમાજના બટવારા કરવાવાળાની વાત ન સાંભળો. જ્ઞાતિ જ્ઞાતિ ને બજાડીને રાજકારણ કરવું તે પાપ છે. બોટાદમાં મારા કડવા પટેલોના ખાલી ૭ થી ૮ હજાર મતો હતા છતાં બધા સમાજને સાથે રાખીને કામ કરુ છું. શહેરના તુરખા રોડ પર સૌરભ પટેલની જાહેર સભા યોજાઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement