Gandhinagar: સાહસના શોખીનો માટે સુંદર તક, ગુજરાત સરકારની મદદથી ફ્રીમાં કરો હિમાલય સર, અરજી કરવાની આ છે છેલ્લી તારીખ
ગાંધીનગર: જો તમે યુવાન છો અને સાહસનો શોખ છે. તો તમારા માટે સુંદર તક છે. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર: જો તમે યુવાન છો અને સાહસનો શોખ છે. તો તમારા માટે સુંદર તક છે. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે નિશુલ્ક હિમાલય શિખર આરોહણ અભિયાન શરુ કર્યું છે. ૧ થી ૩૦ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન આ આરોહણનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૩૦ જૂન,૨૦૨૩ સુધી અરજી કરી શકાશે. સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા- માઉન્ટ આબુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ૧૮ થી ૪૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતી અરજી કરી શકશે. જો કે, અરજી કરતા સમયે તમારે જરૂરી લાયકાત અને શરતોનું પાલન કરવું પડશે. વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો. (1) https://easyupload.io/g1lt1o. (2) http://surl.li/htvkq
ગુજરાતમાં આ તારીખથી ચોમાસાનું આગમન
કેરળમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. જ્યારે ગુજરાતમાં 20થી 25 જૂનની વચ્ચે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ શકે છે. કેરળમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. કેરળના 75 ટકા વિસ્તારમાં ચોમાસાની દસ્તક થઇ ગઇ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમા ચોમાસાની વિધિવત એન્ટ્રીને લઇને અગત્યની માહિતી આપી છે. આગામી 20થી 25 જૂનની વચ્ચે ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થઇ શકે છે. મહારાષ્ટ્ર બાદ એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રીનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ ફરી ગુજરાતમાં પ્રિમોન્સૂસ એક્ટિવિટીના ભાગરૂપ વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઇ શકે છે. પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવાં આવી છે. નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદી માહોલ રહેશે. જો કે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ અમદાવાદમાં થંડર સ્ટ્રોમની અસર રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારમાં તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. જો કે વાવાઝોડાની અસરના કારણે ભેજના કારણે ગરમીમાં વધારો થશે.
કેરળમાં ચોમાસું બેસી ગયું
આખરે ચોમાસાની રાહ આખરે પૂરી થઈ. કેરળમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચોમાસાના આગમનથી ખુશીનો માહોલ સર્જાયો છે અને ખેડૂતો પણ સંતુષ્ટ છે. કેરળમાં આજે મૃગ નક્ષત્રના સમયે ચોમાસું પ્રવેશ્યું છે.
એક સપ્તાહના વિલંબ બાદ આજે કેરળમાં ચોમાસું આવી ગયું છે. દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. કેરળમાં આજે ચોમાસું બેસી ગયું છે તેવી માહિતી હવામાન વિભાગે આપી છે. આ વર્ષે ચોમાસું કેરળમાં લગભગ એક સપ્તાહ મોડું પ્રવેશ્યું છે. જેના કારણે દેશના અનેક ભાગોમાં ઓછા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે શનિવારે કેરળમાં ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરી હતી. કેરળના ઘણા ભાગોમાં સારો વરસાદ થયો છે. ચોમાસાના આગમનથી ગરમીથી ત્રસ્ત નાગરિકોને રાહત મળી છે. વિદર્ભના કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે પવન સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.