શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારા સામે પગલાનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, જાણો મહત્વની વિગતો
ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટના માસ્ક નહીં પહેરનારા લોકોને covid કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરાવવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. નોંધનીય છે કે, હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના પાંચથી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે.
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા વારંવાર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. આમ છતાં કેટલાક લોકો માસ્ક પહેરતા નથી. ત્યારે માસ્ક ન પહેરતા લોકોને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો અને માસ્ક નહીં પહેરનારા લોકોને covid કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. જોકે, હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટના માસ્ક નહીં પહેરનારા લોકોને covid કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરાવવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. નોંધનીય છે કે, હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના પાંચથી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે.
આ કોમ્યુનિટી સર્વિસનો સમય પાંચ દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજુ કરે તેવો પણ કોર્ટે હુકમ કર્યો છે. જોકે, માસ્ક નહીં કરનારા વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement